ETV Bharat / city

અમદાવાદમાં મહિલાને ટિકટોક વીડિયો બનાવો ભારે પડ્યો, પોલીસે કરી ધરપકડ

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે અને કોરોનાનું સંક્રમણ વધારે ફેલાતું અટકાવવા માટે લોકડાઉન લંબાવામાં આવ્યું છે. પરંતુ કેટલાક લોકો લોકડાઉનને હળવાશથી લઇ રહ્યા છે. વસ્ત્રાપુર વિસ્તારમાં એક મહિલા દ્વારા લોકડાઉનનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જેથી પોલીસે આ મહિલાની ધરપકડ કરી છે.

ETV BHARAT
લોકડાઉનમાં મહિલાને ટિકટોક વીડિયો બનાવો ભારે પડ્યો,પોલીસે કરી ધરપકડ
author img

By

Published : May 3, 2020, 10:16 AM IST

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક મહિલાને ટિકટોક વીડિયો બનાવવો ભારે પડ્યો છે. મહિલાએ લોકડાઉન દરમિયાન બહાર ફરતા હોવાનો વીડિયો બનાવ્યો હતો. જેથી પોલીસે તે મહિલાની ધરપકડ કરી લીધી છે. મહિલા વીડિયોમાં બોલે છે કે, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની બહાર કારમાં બેઠા અમે રખડવા નીકળ્યા છીંએ.. અમને કોઈની બીક નથી લાગતી. આ વીડિયો પોલીસના હાથમાં આવવાથી પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

લોકડાઉનમાં મહિલાને ટિકટોક વીડિયો બનાવો ભારે પડ્યો,પોલીસે કરી ધરપકડ

શહેરના ગોયલ ઇન્ટરસિટી ફ્લેટમાં રહેતી જાનકી શાહ આવર-નવાર ટિકટોક વીડિયો બનાવતી હોય છે, પરંતુ લોકડાઉનમાં વીડિયો બનાવવો તેને ભારે પડ્યો છે. 30 એપ્રિલના રોજ ભાઈકાકા નગર પાસેથી ઘરે પરત ફરતી વખતે આ પ્રકારનો વીડિયો બનાવીને અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે તેની સામે ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.