ETV Bharat / city

PM મોદી નવરાત્રી મહોત્સવ મુલાકાત લઈને ખેલૈયાઓમાં ઉત્સાહનો કરશે સંચાર

ચોથા નોરતે વડાપ્રધાન મોદી નવરાત્રી મહોત્સવ 2022ની (PM Modi visits navratri mahotsav) મુલાકાત લેશે. PM મોદી નવરાત્રી મહોત્સવની મુલાકાત લઈને ખેલૈયાઓમાં ઉત્સાહ પણ વઘશે. PM મોદીના આગમનને લઈને કેટલાક માર્ગો પણ બંધ રાખવામાં આવ્યા છે. (navratri mahotsav 2022)

22
22
author img

By

Published : Sep 28, 2022, 2:10 PM IST

ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર એટલે કે ચોથા નોરતે નવરાત્રી મહોત્સવની મુલાકાત લઈને ખેલૈયાઓમાં ઉત્સાહનો સંચાર કરશે. જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યપ્રધાન હતા તે દરમિયાન નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતનો ગરબો આજે ગ્લોબલ ગરબો બન્યો છે. જેના ભાગરૂપે ગુજરાતના ઉત્સવો ખરા અર્થમાં લોક ઉત્સવો અને જન ઉમંગ ઉત્સવ બન્યા છે. આજે આદ્યશક્તિની મહાઆરતીનું આ પર્વ સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું છે. ત્યારે PM મોદીના આગમનને લઈને કેટલાક માર્ગો પણ બંધ રાખવામાં આવ્યા છે. (navratri mahotsav 2022)

લોકોમાં ભારે ઉત્સાહ 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી આયોજિત નવરાત્રી મહોત્સવ દરમિયાન ગુજરાતના જાણીતા કલાકારો અહીં ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ નવરાત્રી પર્વની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. ઉલ્લેખનીય છે કે, નવરાત્રીના પ્રથમ દિવસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવરાત્રી મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. (PM Modi visits navratri mahotsav 2022)

ખેલૈયાઓનો ઉત્સાહ આ વર્ષે કોરોનાના કેસોમાં રાહત મળી છે, તેથી ખેલૈયાઓનો ઉત્સાહ ગરબા રમવા માટે પરાકાષ્ઠાએ છે. ત્યારે વાયબ્રન્ટ નવરાત્રીના આયોજનમાં આ વખતે ઘણા નવા આકર્ષણોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ખાસ શેરી ગરબાની થીમનું આયોજન કરવામાં આવ્યુ છે, જ્યાં ગ્રાઉન્ડ પર ટ્રેડિશનલ ડ્રેસ ફરજીયાત રાખવામાં આવ્યો છે. સાથે જ તારીખ 27 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ખાસ રાજ્ય કક્ષાની ગરબા સ્પર્ધા રાખવામાં આવી છે. જેમાં છેલ્લા નોરતે વિજેતા ઘોષિત કરવામાં આવે છે.

શક્તિપીઠ ખાતે નવરાત્રી મહોત્સવ રાજ્યના શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ, માઢેરા, ઉમિયા માતાજી મંદિર – ઊંઝા, બહુચરાજી, માતાનો મઢ. ખોડિયાર માતાજી મંદિર જેવા પ્રસિદ્ધ તીર્થધામોમાં પણ એકીસાથે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. (PM Modi visits Gujarat)

ક્યા માર્ગો બંધ રહેશે PM મોદીના આગમનને લઈને થલતેજથી સાંઈબાબા ચાર સસ્તા થઈ હિમાલયા મોલ ટી સુધીનો રોડ બંધ રહેશે. ગુરુદ્વારા ચાર રસ્તા, એનએફડી સર્કલ, સંજીવની હોસ્પિટલ સુધીનો માર્ગ બંધ. તો બીજી તરફ હેબતપુર ચાર રસ્તા, સતાધાર, ભૂયંગદેવ, મેમનગર, માનવ મંદિર, હેલમેટ ચાર રસ્તા તરફથી જઈ શકાશે. આ ઉપરાંત સૂરધારા સર્કલ, સતાધાર ચાર રસ્તા, ભુયંગદેવ ચાર રસ્તા, હેલ્મેટ ચાર રસ્તા, અંધજન મંડળ,વસ્ત્રાપુર તળાવ, માનસી ચાર રસ્તા થઈ પકવાન ચાર રસ્તા તરફ જઈ શકાશે.

મુખ્ય આકર્ષણો નવરાત્રી 2022માં ખાસ થીમ પેવેલિયનની સાથે હસ્તકલા બજાર, ફૂડ સ્ટોલ, આનંદ નગરી, બાલ નગરી અને નડાબેટ, દાંડિયા દ્વાર. દીયા અને ગરબીના થિમેટિક ગેટ્સ રાખવામાં આવ્યા છે. તો અન્ય થીમ આધારીત વિવિધ સ્થળોની ઝાંખી પણ તૈયાર કરવામાં આવી છે જેમાં ગબ્બર અંબાજી 51 શક્તિપીઠ,સ્ટેચ્યુ ઓફ યુનિટી, અટલ સેતુ, વર્લ્ડ હેરીટેજ સીટી અમદાવાદ, સ્વામિનારાયણ મંદિર, ચબુતરા ગાર્ડન, આર્ટ વોલ ઓફ વર્લ્ડ હેરીટેજ સીટી જોવા મળશે. (PM Modi visits navratri mahotsav)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.