અમદાવાદઃ હાઇકોર્ટમાં ગુજરાતી ફિલ્મ લેખક અને નિર્માતા મનોજ પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ડિસેમ્બર 2019માં j18 ફિલ્મોને સબસિડી અનારા ચૂંટાયાં એ તમામ ફિલ્મો 2018, 2017 અને 2016માં રિલીઝ થઈ જ્યારે નવી ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહક નીતિ 2019 ૮મી માર્ચના રોજ લાગુ કરવામાં આવી. આ 18 ફિલ્મો પૈકી અન્ય અન્ય ભાષામાં બનેલી ફિલ્મોને પણ ગુજરાતીમાં રિમેક બનાવી સબસિડી હેઠળ લાભ કરાવવાનો આક્ષેપ પિટિશનમાં કરવામાં આવ્યો છે.
આ અરજીમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે ફિલ્મોનું ગુણાંકન આધારિત સબસીડી માટે થિયેટરમાં ફિલ્મ સ્ક્રીનિગ કરવાનું છે, તેને બદલે નિર્માતાઓ પાસેથી લોરી સોલ્યુશન વાળી પેન ડ્રાઈવ મંગાવી સબસિડી માટે એક રૂમમાં ફિલ્મ સ્ક્રીનિગ શરૂ કરી દેવાયું છે. અરજદાર દ્વારા આ અંગેની જાણ સરકારને કરવામાં આવી છે.