PUBG ગેમને પ્લે સ્ટોર પરથી આશરે 10 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે અને સમગ્ર વિશ્વમાં આ ગેમને લઈને ભારે ઘેલછા જોવા મળી રહી છે. ત્યારે વિવિધ શહેર પોલીસ દ્વારા CRPCની કલમ 144 મુજબ આ ગેમ રમવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો. અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર સહિતના શહેરોમાં આ ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કારણ કે, આ ગેમ રમવાથી યુવાવર્ગમાં હિંસાત્મક વર્તન જોવા મળતું હોવાનું તારણ આવ્યું હતું.
અમદાવાદમાં આ પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવ્યો છે, પરંતુ રાજકોટ તેમજ કેટલાક શહેરોમાં 30 એપ્રિલ સુધી આ ગેમ પર પ્રતિબંધ લાગુ રહેશે. અરજદારે રાજ્યભરમાં ગેમ રમતા ઝડપાયેલા કુલ 21 લોકો વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીને પણ પડકારી હતી.
અરજદારના વકીલે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ગેમ રમવા પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ગેરબંધારણીય છે. આ પ્રકારનો પ્રતિબંધ સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. આ ગેમથી હિંસા ફેલાતી હોવાની વાત હજી સુધી પુરવાર થઈ નથી. કોઈના ગેમ રમવા પર પ્રતિબંધ લાદી શકાય નહીં, કારણ કે આ બંધારણના આર્ટીકલ 14, 21 અને 19નું ઉલ્લંઘન છે.
PUBG ગેમ પરના પ્રતિબંધને પડકારતી અરજી હાઇકોર્ટમાં દાખલ કરાઈ
અમદાવાદઃ રાજ્યના અનેક શહેરોમાં સરકાર દ્વારા PUBG ગેમ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને પડકારતી અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન દ્વારા હાઇકોર્ટમાં ગેમ પરના પ્રતિબંધને પડકારતી અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે ચીફ જસ્ટીસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ ચાલુ સપ્તાહ દરમિયાન સુનાવણી હાથ ધરાશે.
PUBG ગેમને પ્લે સ્ટોર પરથી આશરે 10 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે અને સમગ્ર વિશ્વમાં આ ગેમને લઈને ભારે ઘેલછા જોવા મળી રહી છે. ત્યારે વિવિધ શહેર પોલીસ દ્વારા CRPCની કલમ 144 મુજબ આ ગેમ રમવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો. અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર સહિતના શહેરોમાં આ ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કારણ કે, આ ગેમ રમવાથી યુવાવર્ગમાં હિંસાત્મક વર્તન જોવા મળતું હોવાનું તારણ આવ્યું હતું.
અમદાવાદમાં આ પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવ્યો છે, પરંતુ રાજકોટ તેમજ કેટલાક શહેરોમાં 30 એપ્રિલ સુધી આ ગેમ પર પ્રતિબંધ લાગુ રહેશે. અરજદારે રાજ્યભરમાં ગેમ રમતા ઝડપાયેલા કુલ 21 લોકો વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીને પણ પડકારી હતી.
અરજદારના વકીલે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ગેમ રમવા પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ગેરબંધારણીય છે. આ પ્રકારનો પ્રતિબંધ સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. આ ગેમથી હિંસા ફેલાતી હોવાની વાત હજી સુધી પુરવાર થઈ નથી. કોઈના ગેમ રમવા પર પ્રતિબંધ લાદી શકાય નહીં, કારણ કે આ બંધારણના આર્ટીકલ 14, 21 અને 19નું ઉલ્લંઘન છે.
Body:PUB-G ગેમને પ્લે સ્ટોર પરથી આશરે દસ કરોડ લોકોએ ગેમ ડાઉનલોડ કરવી છે અને સમગ્ર વિશ્વમાં ગેમ ને લઈને ભારે ઘેલછા જોવા મળી રહી છે ત્યારે વિવિધ શહેર પોલીસ દ્વારા સી.આર.પી.સી ની કલમ 144 મુજબ આ ગેમ રમવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો. અમદાવાદ, રાજકોટ , સુરત ભાવનગર સહિતના શહેરોમાં આ ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું કારણકે આ ગેમ રમવાથી યુવાવર્ગમાં હિંસાત્મક વર્તન જોવા મળતું હોવાનો તારણ આવ્યો હતો.
અમદાવાદમાં આ પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવ્યું છે પરંતુ રાજકોટ કેટલાક શહેરોમાં ૩૦મી એપ્રિલ સુધી આ ગેમ પર હજી પણ પ્રતિબંધ લાગુ છે. અરજદારે રાજ્યભરમાં ગેમ રમતા ઝડપાયેલા કુલ ૨૧ લોકો વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યાવહીને પણ પડકારી હતી...
અરજદારના વકીલ વાતચીત કરતાં જણાવ્યું કે સરકાર દ્વારા ગેમ રમવા પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે એ ગેરબંધારણીય છે. આ પ્રકારનો પ્રતિબંધ સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે . આ ગેમથી હિંસા ફેલાતી હોવાની વાત હજી સુધી પુરવાર થઈ નથી. કોઈના ગેમ રમવા પર પ્રતિબંધ લાદી શકાય નહીં કારણ કે આ બંધારણના આર્ટીકલ 14 , 21 અને 19 નું ઉલ્લંઘન છે.
Conclusion: