ETV Bharat / city

સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ : પ્રબોધ સ્વામીના સમર્થકો ઉપર થયેલા હુમલા અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ - Gunatit Swamy suicide case

દિવસેને દિવસે સોખડા સ્વામિનારાયણ હરિધામ મંદિરનો સત્તા અને સંપત્તિનો વિવાદ(Sokhada Swaminarayan temple controversy) વધતો જઈ રહ્યો છે. 400 જેટલા સાધુઓને ગોંધી રાખવા અંગેનો કેસ તો હાઇકોર્ટ(High Court) સમક્ષ પડતર છે જ તેવામાં સુરત શહેરમાં થયેલા બંને જુથોના સમર્થકો વચ્ચે મારામારીનો મામલો હતો તે હવે હાઇકોર્ટમાં પહોંચ્યો છે.

સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ
સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ
author img

By

Published : May 8, 2022, 3:02 PM IST

અમદાવાદ : આ સમગ્ર મામલે જે વિગતો સામે આવી રહી છે(Sokhada Swaminarayan temple controversy) જેમાં, સુરતમાં 14 એપ્રિલ 2012ના રોજ ઉધના વિસ્તારમાં પ્રબોધ સ્વામીના સમર્થકો ઉપર હુમલો(attack on Prabodh Swamy's supporters) કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં ઘણા પ્રકારની ગંભીર ઈજાઓ પણ થઇ હતી પરંતુ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચો - Gunatit Swamy suicide case: સ્વામીની આત્મહત્યા મામલે પોલીસે કરી પૂછપરછ, રહસ્ય આવ્યું બહાર

સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ - આ મામલે હાઇકોર્ટમાં હુમલા બાબતે યોગ્ય તપાસની માંગ સાથેની અરજી દાખલ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે હાઇકોર્ટે ઉધના PI તેમજ સુરત પોલીસ કમિશનરને રિપોર્ટ સાથે જવાબ રજૂ કરવા માટે હુકમ પણ ફરમાવ્યો છે. સમગ્ર મામલે કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી છે કે, ફરિયાદમાં આ હુમલામાં હત્યાના પ્રયાસની કલમો પણ ઉમેરવામાં આવી છે. જેથી આ મામલે કોર્ટે ગંભીરતા દાખવીને સુરત પોલીસ કમિશનર અને પોલીસ સ્ટેશનને આ બનાવ અંગેનો રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ કર્યો છે.

આ પણ વાંચો - Sokhada Haridham Controversy: ગુણાતીત સ્વામીના મોત મામલે હાઇકોર્ટેને અવગત કરાયા

27 જુલાઇના સુનાવણી હાથ ધરાશે - અત્રે એ ઉલ્લેખનીય છે કે, પ્રબોધસ્વામી અને પ્રેમ સ્વામી વચ્ચે વધુ તણાવની સ્થિતિ વધુ વિકટ બની છે અને તે મામલે બોમ્બે હાઇકોર્ટના નિવૃત્ત જજ થકી સમાધાન થવાની વાત પણ રજૂ કરવામાં આવી છે. સુરતમાં થયેલા હુમલા ઉપર 27 જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.