- અમદાવાદમાં ઈ-સ્ટેમ્પિંગ સુવિધા કેન્દ્ર પર સર્જાઈ અસુવિધા
- ત્વરિત કામ કરાવવા આવેલાં લોકો કલાકો કતારોમાં ઉભા રહે છે
- મોટા કેમ્પસ અને કચેરીઓ વચ્ચે એક જ ઇ સ્ટેમ્પિંગ સુવિધા કેન્દ્ર
- આધુનિકીકરણના નામે સરકારને કેટલાક પગલા અયોગ્યઃ જૂની કલેક્ટર કચેરીના કર્મચારી
અમદાવાદમાં ઈ-સ્ટેમ્પિંગના ફોર્મ લેવા આવતા લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા
અમદાવાદઃ ઘીકાંટા કોર્ટના વિશાળ કેમ્પસ તેમ જ એની પાછળ જ્યાં મેટ્રોનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે એ જૂની કલેકટર કચેરી માં રોજ લાંબી કતારો જોવા મળે છે. ચારેય તરફ ગીચ આ વિસ્તારમાં આવેલા ઘીકાંટા કોર્ટ અને જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં એક જ ઈ-સ્ટેમ્પિંગ સુવિધા કેન્દ્ર હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
અમદાવાદમાં ઈ-સ્ટેમ્પિંગના ફોર્મ લેવા આવતા લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા વારંવાર સર્વર ડાઉનથી લોકો પરેશાન જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં કામ કરતાં દર્શનાબેન કહે છે કે, જૂની પદ્ધતિ સારી હતી. નવી પદ્ધતિના કારણે ઘણાની રોજગારી જતી રહી છે. અચાનક જ જ્યારે એફિડેવિટ કરાવવાની જરૂરિયાત ઊભી થાય એ વખતે ઈ-સ્ટેમ્પિંગ તો ઠીક કોરૂ ફોર્મ લેવા માટે પણ ધક્કા ખાવા પડે છે. આધુનિકીકરણના નામે સરકારના કેટલાક પગલાં બીલકૂલ અયોગ્ય છે. ઈ-સ્ટેમ્પિંગ માટે જઇએ ત્યારે વારંવાર સર્વર ડાઉનની સમસ્યા તો ખરી જ.
અમદાવાદમાં ઈ-સ્ટેમ્પિંગના ફોર્મ લેવા આવતા લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા કામ છોડી કતારોમાં ઊભા રહેવું પડે છેકોર્ટના કામકાજ સાથે ત્રીસ કરતાં પણ વધુ સમયથી સંકળાયેલા પ્રકાશ ભટ્ટ કહે છે કે, આટલી મોટી ઘીકાંટા કોર્ટ અને જૂની કલેક્ટરની વચ્ચે એક જ ઈ-સ્ટેમ્પિંગ સુવિધા કેન્દ્ર હોવાથી લોકોને ભારે અસુવિધા ઊભી થાય છે. કામ પડતું મુકી ઈ-સ્ટેમ્પિંગ માટે લાઇનોમાં ઊભા રહેવું પડે છે. આથી માનવ કલાકો બગડે છે. ઝડપથી કામ થતાં નથી.
કતારોથી સંક્રમણ ફેલાવાનો ડરહજારો લોકો શહેરમાં એફિડેવિટ, ભાડા કરાર, દસ્તાવેજો જેવા કામ કરાવવા કોર્ટ કચેરીમાં જતાં હોય છે. લોકોની સગવડતા માટે ઊભી કરેલા ઈ-સ્ટેમ્પિંગની સુવિધા કેન્દ્ર પાસે જ લોકોને અસુવિધાનો સામનો કરવો પડે છે. કોરોનાના આ કાળમાં શહેરના ગીચ વિસ્તારોમાં ઈ-સ્ટેમ્પિંગ માટે કલાકો સુધી કતારોમાં ઉભા રહેવું પડે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા સંક્રમણનો પણ ભય રહે છે.