ETV Bharat / city

અમદાવાદમાં ભક્તોએ સમજદારી પૂર્વક ઘરમાં જ ગણેશ વિસર્જન કર્યું - સાબરમતી નદી

આજે ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ છે. દસ દિવસનો આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તાને વિદાય અપાઈ રહી છે. દેશભરના શ્રદ્ધાળુઓ આ વર્ષે સરકારની ગાઇડ લાઇન મુજબ ગણેશજીને વિદાય આપી રહ્યા છે. તો વિદાય દરમિયાન અનેક લોકોની આંખમાં આંસુ પણ આવી દેખાઇ આવ્યા હતા.

ahmedabad news
અમદાવાદમાં ભક્તોએ સમજદારી પૂર્વક ઘરમાં જ ગણેશ વિસર્જન કર્યું
author img

By

Published : Sep 1, 2020, 9:34 PM IST

અમદાવાદઃ હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે અને સાથે જ કોરોનાનો ભય પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. દરવર્ષે ગણેશ વિસર્જનમાં હજારો લોકોની ભીડ થતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના માહામારીને કારણે ભીડ એકઠી ન થાય તે માટે તંત્ર અને કોર્પોરેશન સજાગ બન્યું છે. શહેરની સાબરમતીમાં ગણેશ વિસર્જનના કાર્યક્રમને રોકવા માટે રસ્તામાં આડશ ઉભી કરી તંત્રએ રસ્તો બંધ કરી દીધો છે. જેને લઇ આ વર્ષે ઘરઆંગણે જ ગણેશ વિસર્જન કરવા અનુરોધ કરાયો છે.

અમદાવાદમાં ભક્તોએ સમજદારી પૂર્વક ઘરમાં જ ગણેશ વિસર્જન કર્યું

ગણેશ મહોત્સવ એસોસિએશન દ્વારા ભક્તોને નદી કે તળાવની જગ્યાએ માત્ર જે-તે સ્થળ પર વિસર્જન કરવા અપીલ કરી છે. કારણ કે, કોરોના કાળમાં ભીડ એકઠી કરી વિસર્જન કરવામાં આવે તો કોરોના સંક્રમણ વધવાનો ભય જોવા મળી રહ્યો છે. કોરોનાના કારણે આ વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ પાસે વિસર્જન કુંડ બનાવાયા નથી, તેમ છતાં લોકો નદીમાં વિસર્જન માટે ઊમટી ન પડે તેને લઇ તંત્ર દ્વારા સુભાષબ્રિજ, ડફનાળા, વાડજ રિવરફ્રન્ટ પાસે બેરિકેટ લગાવાયાં છે.

ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખ ગણેશ ક્ષત્રિયે જણાવ્યું કે, શહેરભરમાં 25 હજાર જેટલી ગણેશ મૂર્તિઓનું સ્થળ પર જ વિસર્જન કરાશે. એસોસિએશને નદી કે તળાવને બદલે ઘરે જ વિસર્જન કરવાની અપીલ કરી છે.

આ વર્ષે લોકો નદીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન ન કરે તે માટે મનપાએ 100થી વધુ ગાર્ડ અને કર્મચારીઓને જવાબદારી સોંપી છે. કર્મચારીઓ રિવરફ્રન્ટથી નદીમાં ઊતરવાના તમામ રસ્તા પર તૈનાત રહેશે. નદીના પટમાં પણ કર્મચારીઓ સતત નજર રાખશે. કોઈ વ્યક્તિ નદીમાં વિસર્જન ન કરે તે માટે મનપાએ પોલીસ સાથે સંકલનમાં રહીને વ્યવસ્થા ઉભી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.