ETV Bharat / city

Patidar Andolan Case Hearing : પાટીદાર અનામત આંદોલનના એક કેસનો ચુકાદો ટળ્યો, 25 એપ્રિલની મુદત પડી

author img

By

Published : Apr 15, 2022, 6:06 PM IST

પાટીદાર અનામત આંદોલનના મામલામાં 2017માં થયેલા એક કેસનો ચુકાદો આજે ટળ્યો છે. જેને લઇ કોર્ટમાં 25 એપ્રિલની મુદત પડી છે. કોર્ટ કાર્યવાહી વિશે જાણવા વાંચો અહેવાલ.

Patidar Andolan Case Hearing : પાટીદાર અનામત આંદોલનના એક કેસનો ચૂકાદો ટળ્યો, 25 એપ્રિલની મુદત પડી

અમદાવાદઃ 2017માં પાટીદાર અનામત આંદોલનને લઈને વસ્ત્રાલ વિસ્તારમાં થયેલી તોડફોડમાં મામલે હવે આગામી સુનાવણી 25 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે આજે પાટીદાર વિરુદ્ધના કેસમાં ચુકાદો આવવાનો હતો. પરંતુ આરોપીના વકીલે કોર્ટ સમક્ષ એમ જણાવ્યું હતું કે આરોપીઓ સવારના બેઠાં છે. આમ સાંભળીને કોર્ટ નારાજ થઇ હતી. આ સુનાવણી 25 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

કેસની વિગત - આ સમગ્ર કેસની વિગત જોઈએ તો 2015થી શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનેે સમય જતાં ખૂબ જ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે 2017માં હાર્દિક પટેલ સહિતના કુલ 21 લોકોએ મંડળી રચીને વસ્ત્રાલ વિસ્તારના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે હુમલો કર્યો હતો અને ભાજપના ઝંડાને તોડી નાખ્યો હતો. સાથે અપશબ્દો બોલીને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.આ બાબતે 21 આરોપીઓ વિરૂદ્ધ પરેશ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરીને 10 સામે ગુનો નોંધીને કેસ દાખલ કર્યો હતો.

આ પણ વાંચોઃ Patidar Reservation Movement : પાટીદાર આંદોલનમાં લાઠીચાર્જ બાબતે થયેલી પ્રાઈવેટ ફરિયાદ મામલે કોર્ટે તમામ સાક્ષીઓને તપાસ્યા

ફરિયાદ પાછી ખેંચવાની પણ થઇ હતી અરજી - જે તે સમયે પાટીદારો સામે થયેલી આ ફરિયાદને પાછી ખેંચવા માટે અરજી કરાઇ હતી. આજે એ મામલે નામદાર કોર્ટ દ્વારા ચુકાદો સંભળાવવાનો હતો. આરોપીના વકીલ હાઈકોર્ટ સમક્ષ કરાયેલી રજૂઆતમાં આરોપીઓ સવારના બેઠા છે એવું કહ્યું હતું.વકીલના આ વલણ અંગે કોર્ટે નારાજગી વ્યક્ત કરતા હવે સમગ્ર મામલો આ મામલે 25 એપ્રિલના રોજ રોજ સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચોઃ પાટીદાર આંદોલન: પોલીસ દમન મુદ્દે DGP સામે તપાસ કરવાની અરજી કોર્ટે ફગાવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.