અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે ગુજરાત રાજ્યસભાની ચૂંટણી સ્થગિત રાખવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે પરેશ ધાણાની અરજી પર આદેશ આપવાનો ઇનકાર કરી કહ્યું કે, આ કેસની આગળની સુનાવણી 4 અઠવાડિયા બાદ થશે. ઉલ્લેખનીય છે કે, પરેશ ધાનાણીએ પોસ્ટલ બેલેટથી થતી ચૂંટણીને પડકારી હતી.
ગુજરાત રાજ્યસભા માટે 19 જૂન અને શુક્રવારે મતદાન થવાનું છે, પરંતુ કેટલાક ભાજપના ધારાસભ્ય પીડિત છે. જેને કારણે તેમના મતદાનને લઈને આશંકા છે. ચૂંટણી આયોગે આ ધારાસભ્યોને સુવિધા આપવા માટે બેલેટ વોટિંગનો આદેશ કર્યો છે.
આ અંગે ગુજરાતના ચીફ ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, ચૂંટણી આયોગે પોસ્ટલ વોટિંગની છૂટછાટ આપી દીધી છે, પરંતુ તેમની કેટલીક ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જો કોઈને પોસ્ટલ વોટિંગની મંજૂરી મળશે, તો અમે તેમને પરવાનગી આપશું.
રાજ્યસભાની ચૂંટણી અંતર્ગત મતદાનને હવે ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે કેટલાક વિશ્વસનીય સૂત્રોનું જણાવવું છે કે, ભાજપના 2 ધારાસભ્યો નારાજ છે અને તે સતત કોંગ્રેસના સંપર્કમાં છે. જેથી બંન્ને ધારાસભ્યોની મુખ્યપ્રધાન સાથે બેઠક કરવામાં આવી હતી. જો કે, આ તમામની વચ્ચે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનને પડકારતી અરજી પર સુનાવણી આગામી 4 અઠવાડિયા પછી થશે.