અમદાવાદઃ હાઈકોર્ટે ગુજરાત સરકાર ફીના મુદ્દે નિર્ણય લેવા સ્વતંત્ર અને સક્ષમ છે, તેમ જણાવ્યું હતું. હાઇકોર્ટમાં અપીલ કરેલા વાલીમંડળ સાથેની ચર્ચા વિચારણા બાદ આજે ગાંધીનગર ખાતે કેબિનેટ મિટિંગમાં ફી મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ખાનગી શાળાઓ 25 ટકા ફી માફ કરે, આ ઉપરાંત ટ્યુશન ફી સિવાય કોઈપણ પ્રકારની ફી શાળાઓ લઇ શકશે નહીં. જો કે, વાલીમંડળ સરકારના નિર્ણયથી નારાજ છે કારણ કે, તેમની માગ 50 ટકા ફી માફ કરવાની હતી.
વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, સરકાર પાસે 1500 કરોડનું વણવપરાયેલું ભંડોળ છે. તેઓ વધુ 25 ટકા ટકા ફી માફી આપી શકે છે. પરંતુ સરકારે તેમ કર્યું નથી. હજુ વાલીમંડળ પાસે હાઇકોર્ટમાં ફરી જવાનો માર્ગ મોકળો છે.