ETV Bharat / city

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન માત્રામાં વધારો, દરરોજ કરવામાં આવી રહ્યું છે રિફીલિંગ - Oxygen Tank

દેશ અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની માત્રામાં વધારો કરવામાં આવ્યો છે. ઓક્સિજન ટેન્કને તંત્ર દ્વારા દરરોજ રિફીલિંગ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન માત્રામાં વધારો

author img

By

Published : Apr 21, 2021, 9:25 PM IST

  • રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો
  • સિવિલમાં દરરોજ થઈ રહ્યું છે ઓક્સિજન ટેન્કનું રિફીલિંગ
  • 1200 બેડની હોસ્પિટલને ફરી સમગ્ર કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી

અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધ્યું છે. જેને લઈ રાજ્ય સરકાર સતર્ક જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે એક બાદ એક સરકારી અધિકારીઓ અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ આવી રહી છે. કોરોના વાઈરસના કેસ 12 હજારને પાર જતાં સમગ્ર તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી 1200 બેડની હોસ્પિટલને ફરી સમગ્ર કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. પહેલા કોરોનાના કેસમાં ઘટાડો થતાં હોસ્પિટલના 700 બેડને મહિલાઓ અને બાળકોની સારવાર અર્થે જ પૂર્વવત્ કરવામાં આવી હતી. જોકે, હાલ કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ફરી સારવાર માટે 1200 બેડ કાર્યરત કરવામાં આવ્યાં છે.

સિવિલ હોસ્પિટલ
સિવિલ હોસ્પિટલ

ડૉકટર અને નર્સની સંખ્યા કેટલી?

રાજ્યમાં સતત વધતા જતા કોરોનાના કેસને લઈને સમગ્ર રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આ દર્દીઓની સેવામાં ત્રણ પાળીમાં અંદાજે 350થી વધુ ડોક્ટર્સ, 550 જેટલો નર્સિંગ સ્ટાફ તથા 600થી વધારે જેટલા સફાઈ કર્મીઓ મળી કુલ 1500થી 1700 જેટલા કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત 130 પેશન્ટ એટેન્ડન્ટ, 60 નર્સિંગ સ્ટુડન્ટસ, 120 સિક્યોરિટી સ્ટાફ, 18 બાયો મેડિકલ એન્જીનીયર્સ, 20 PRO, 15 કાઉન્સિલર્સ, 46 એક્સ-રે એન્ડ લેબ ટેક્નિશિયન્સ અને 15 ડ્રાઇવર મળી કુલ 1725 યોદ્ધાઓ સતત ખડેપગે રહી અવિરત સેવા બજાવે છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન માત્રામાં વધારો

વર્ષ દરમિયાન સિવિલના કેટલા ડૉક્ટર પોઝિટિવ થયા?

સિવિલ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા સુશ્રુષા કરતા કરતા 517 મેડિકલ પેરામેડિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયા હતા. જેમાં 17 સિનિયર તબીબ 202 રેસિડન્ટ તબીબ, 56 ઇન્ટર્ન તબીબ અને 189 નર્સિંગ સ્ટાફનો સમાવેશ થાય છે. આ યોદ્ધાઓ નથી તેમના ઘરની ચિંતા કરતાં કે નથી તેમના પરિવારની ચિંતા કરતા એમને મન તો બસ કોરોના દર્દીઓની સેવા જ મૂળ મંત્ર છે.

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગા સંબંધી અથવા બાળકો માટે શું વ્યવસ્થા?

ઉલ્લેખનીય છે કે, અહીં ખાસ ક્લીન રૂમ કાર્યનિવત કરાયો છે. જે પરિવારમાં માતા-પિતા બંને કોરોના પોઝિટિવ હોય અને તેમના નાના બાળકો હોય અને કોઈપણ રાખનાર કે સંભાળ લેનારા ન હોય તો તેવા બાળકોને અહીંનો નર્સિંગ સ્ટાફ માતા બનીને સાચવે છે. આ બાળકોને સેરેલેક પાવડરથી માંડીને જે કંઈ જરૂરી હોય તે તમામ વસ્તુઓ આપવામાં આવી રહી છે. આ બાળકો માટે ખાસ એટેન્ડન્ટ પણ રખાયા છે, જે દર્દીઓ હાલ દાખલ થયા હોય ત્યાં દર્દીના કોઈપણ સગાને ચેપ ન લાગે એટલે તેમની સલામતી માટે થઈને વોર્ડમાં પ્રવેશ આપવામાં આવતો નથી. કોઈ ખાસ કિસ્સામાં જરૂરી હોય કે દર્દીની લાગણી અને માગણી હોય અથવા દર્દી વેન્ટીલેટર પર હોય કે પ્રોસીઝર જરૂરી હોય તેવા કિસ્સામાં એક સગાને રક્ષાત્મક સાધનો સાથે જવાની મંજૂરી આપવામાં આવી રહી છે અને અન્ય કિસ્સાઓમાં નજીક એક વિશાળ ડોમમાં બનાવ્યું છે. ત્યાં તમામ સગાઓને બેસવા ઊઠવા અને જમવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલનો સ્ટાફ તૈનાત કરાયો છે. જેમને હોસ્પિટલ તરફથી મોબાઈલ આપયા છે. જેના દ્વારા દર્દી તેમના સગા સાથે વીડિયો કોલિંગથી વાત કરી શકે છે. આ માટે 50 જેટલા મોબાઇલની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોના યોદ્ધા બનો ઘરે રહો સુરક્ષિત રહો " ના મંત્ર સાથે આ યોદ્ધાઓ ફરજ બજાવી રહ્યા છે

કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા હજુ પણ વધુ સતર્ક અને જરૂરી અનેકવિધ પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે. કોરોના ગ્રસ્ત દર્દીઓને ડાયાલિસીસ અર્થે બહાર ન જવું પડે તે માટે in-house ડાયાલીસીસ સેન્ટર ઇન હાઉસ સ્લેબ સમગ્ર ભારતભરમાં શરૂ કરેલી પ્રથમ પ્લાઝમા બેન્ક વયસ્ક દર્દીઓ માટે જીરિયાટ્રીક વોર્ડ બોર રૂમની જેમ 24 કલાક કાર્યરત કંટ્રોલરૂમ હેલ્પ ડેસ્ક જેવી અનેક સ્વાસ્થ્ય સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ રોગનું સંક્રમણ ન વધે તે માટે પ્રશાસન સતત કાર્યરત છે. આરોગ્ય વિભાગ દ્વારા "કોરોના યોદ્ધા બનો ઘરે રહો સુરક્ષિત રહો " ના મંત્ર સાથે આ યોદ્ધાઓ ફરજ બજાવી રહ્યા છે.

વેન્ટિલેટર અને ઓક્સિજનની ક્યાં પ્રકારની વ્યવસ્થા?

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર જે. વી. મોદી સાથે જ્યારે ETV Bhartના સંવાદદાતાએ ઔપચારિક વાત કરી ત્યારે તેમને જણાવ્યું કે, અત્યાર સુધીના 12 માસના સમયગાળામાં કોરોનાની ઓપીડીમાં 60,267 અને OPD માં 22,658 દર્દીઓને તપાસવામાં આવ્યાં છે. 1200 બેડની હોસ્પિટલમાં અદ્યતન સારવારની સાથે અન્ય સેવાઓ પણ દર્દીઓને અપાઈ રહી છે. જે દર્દીઓ ગંભીર પરિસ્થિતિમાં અહીં આવ્યાં છે અને જેમને ઓક્સિજનની જરૂર પડી છે તેવા દર્દીઓ માટે 950 થી વધુ જેટલા વેન્ટિલેટર સહિત બેડ છે. જ્યારે હાલ જે પ્રકારે કોરોનાના કેસ આવી રહ્યા છે, તેને ધ્યાને લઇ 600 વેન્ટિલેટર તૈયાર છે. આવા બેડ પર દાખલ થયેલા દર્દીઓ માટે અત્યાર સુધીમાં 26,34,366 ક્યુબીક મી.મી ઓક્સિજનનો વપરાશ થયો છે. જેની અંદાજિત રકમ 11 કરોડ રૂપિયા થવા જઈ રહી છે. જેની સરકારે ચુકવણી પણ કરી દીધી છે. ખાસ ઓક્સિજનની અને વેન્ટિલેટરની વાત કરીએ ત્યારે એક સમય હતો કે જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2200 થી વધુ દર્દીઓ સારવાર દરમિયાન હતા ત્યારે પણ કોઈ પ્રકારની વેન્ટિલેટર અથવા કે ઓક્સિજનની ખોટ વર્તાઈ નથી, ત્યારે આજે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કોરોનાને કેસમાં વધારો જોતાં સતર્ક અને સજ્જ જોવા મળી રહી છે. ઓક્સિજનની વાત કરીએ તો 20 ટન જેટલો ઓક્સીજન સપ્લાયર મુકવામાં આવ્યો છે. જેમાં 4 ટન થતા જ કંપનીને મેસેજ પહોંચી જાય અને તે તુરંત તેમાં ઓક્સિજન રિફીલિંગ કરી દે છે. હાલ ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાને રાખી દરરોજ રિફીલિંગ થઈ રહ્યું છે. એટલે કે, 1200 બેડની હોસ્પિટલમાં તબીબો અને અન્ય સ્પોર્ટ સ્ટાફ દિવસ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. અત્યંત કપરી પરિસ્થિતિમાં પણ અહીં અવિરત સેવાનો ધોધ વહેતો રહ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદ સોલા સિવિલમાં દર્દીઓના સ્વજનો માટે એરકુલરથી સુવિધાયુક્ત ડોમ

હોસ્પિટલમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં?

અહીં દર્દીઓની સારવાર ઉપરાંત કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. 1200 બેડની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 2,25,458 થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 25,785 લોકો પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર અર્થે અતિ ઉપયોગી એવા ટોસીલીઝુમેબ ઇન્જેક્શનના વપરાશની વિગત જોઈએ તો 80 મિલિગ્રામના 8.5 લાખના ખર્ચે 100 ઇન્જેક્શન, 200 મિલિગ્રામના 6 લાખના ખર્ચે 30 ઇન્જેક્શન, 400 મિલિગ્રામના 1.67 કરોડના ખચે 16,328 રેમડેસીવીર ઇન્જેક્શન કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર અર્થે ઉપયોગમાં લેવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એનાઉન્સમેન્ટ બાદ પરિજનો મેળવી શકશે મૃતદેહ

સામન્ય નાગરિકોને શું કરાઈ અપીલ

રાજ્યમાં કોરોના કેસ સતત વધી રહ્યું છે. જેને લઇને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. જેથી રાજ્યના નાગરિકોને એક જ અપીલ કરવામાં આવી રહી છે કે, ઘરે રહો સુરક્ષિત રહો. સાથે જ સોશિયલ ડિસ્ટન્સનનું પાલન કરવું ખૂબ જરૂરી છે. જેનાથી તમે પોતે જ કોરોનાથી બચી શકો છો. બહારથી ઘરે આવ્યાં બાદ તુરંત જ હાથ સેનીટાઇઝર કરવા કે હાથ કોઈપણ પ્રકારના સાબુથી ધોઈ કાઢવા તે ખૂબ જરૂરી છે. કોરોના વધતા કે શું ને લઈને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ત્યારે ETV Bharat પણ દેશના નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.