ETV Bharat / city

PSI Exam Results 2022: 268થી વધુ ઉમેદવારોએ પરિણામને અયોગ્ય જણાવતા કરી હાઈકોર્ટમાં અરજી, શું હતી વિદ્યાર્થીઓની માંગ? - PSI પરીક્ષા પરિણામ પેટર્ન

અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટમાં PSI પરીક્ષાનું પરિણામ અયોગ્ય(PSI Exam Results 2022) છે. આ ઉમેદવારો અને કુલ જગ્યાની સંખ્યા સામે એવો દાવો કરવામાં આવ્યો છે કે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં(Gujarat PSI Exam Merit 2022) સમાવવામાં આવ્યા નથી. આ ઉપરાંત અરજદારના નેતા દ્વારા કરવામાં આવેલી માંગ શું હતી? ચાલો જાણીએ આ અહેવાલમાં.

PSI Exam Results 2022: 268થી વધુ ઉમેદવારોએ પરિણામને અયોગ્ય જણાવતા કરી હાઈકોર્ટમાં અરજી, શું હતી વિદ્યાર્થીઓની માંગ?

author img

By

Published : May 2, 2022, 10:24 PM IST

અમદાવાદ: રાજ્યભરમાં લેવાયેલ PSI પરીક્ષાનું ગયા સપ્તાહે જ પરિણામ જાહેર થયું હતું. જેને લઇને પરિણામનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. આ પરિણામ(PSI Exam Results 2022) સામે વિરોધ નોંધાવતા પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ ગુજરાત હાઇકોર્ટમાં પરિણામ અયોગ્ય છે તેવી અરજી દાખલ કરવામાં આવી છે. PSI ભરતીના જાહેર થયેલા પરિણામને ગુજરાત હાઇકોર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા પડકારવામાં આવ્યું છે. આ પરિણામને લઇને ઉમેદવારો અને કુલ જગ્યાની સંખ્યા સામે એવો દાવો કરવામાં આવ્યો છે કે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં(Gujarat PSI Exam Merit 2022) સમાવવામાં આવ્યા નથી. જેથી આ મામલે ઉમેદવારોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. જેથી 268થી વધુ જેટલા ઉમેદવારોએ મળીને ગુજરાત હાઇકોર્ટમાં ભરતીના પરિણામને પડકાર્યું છે.

અરજદારના નેતા યુવરાજસિંહ જાડેજા

આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak: પેપર લીકની ઘટનાઓ તૈયારી કરતા યુવાનોનું તોડે છે મનોબળ, રાજકોટના યુવાનોએ ઠાલવ્યો રોષ

PSIના પરિણામના ભરતીના મામલે વિદ્યાર્થીઓની માંગ: GPSCની પેટર્ન પ્રમાણે જે તે કેટેગરી પ્રમાણે એટલે કે ST, SE અને OBC અને SEBCના(Socially and Economically Backward Classes) ઉમેદવારોને કેટેગરીને ધ્યાનમાં રાખીને કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઇએ, પરંતુ પરિણામમાં એવું કરવામાં આવ્યું નથી. તેની જગ્યાએ ભરતી બોર્ડ દ્વારા તમામ કેટેગરીનીને મળીને ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

PSIના પરિણામની પેટર્ન GPSCના પેટર્ન મુજબ હોય તેવી માંગ - અરજદારના નેતા યુવરાજસિંહ જાડેજા એ જણાવ્યું કે, પોલીસ બોર્ડ દ્વારા જે PSIની પરીક્ષાનું પરિણામ જાહેર(PSI Exam Results 2022) કરવામાં આવ્યું છે તેને અમે ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. અમે જે અરજી કરી છે એમાં અમારી એક એવી જ માંગ છે કે પરિણામ જે પેટર્ન(PSI Exam result pattern) જાહેર કરવામાં આવી છે. તે GPSCના પેટર્ન(GPSC exam result pattern) અને તેની ફોર્મ્યુલા મુજબ જાહેર કરવામાં આવવી જોઈએ.

આ પણ વાંચો: PSI Exam Scam : PSIની પરીક્ષા પૈસા લઈને પાસ કરાવી આપવાનાં બહાને 12 લોકો સાથે છેતરપીંડી, બેની ધરપકડ

રીઝલ્ટના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે બીજી માંગ - અમારી બીજી માંગે છે કે જે રીઝલ્ટ છે તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે. જેથી કોઇ ઉમેદવાર સાચા કે ખોટા છે. તેની લોકોને જાણ થઈ જાય અને જે લાયકાત ધરાવે છે. વિદ્યાર્થીને અન્યાય ના થાય અને આ પરિણામને GPSCના પેટર્ન મુજબ રિવાઈઝ કરવામાં આવે તેવી અમારી માંગ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અત્રે એ નોંધનીય છે કે 6 માર્ચ 2020ના રોજ PSIની પરીક્ષા લેવાની હતી જેમાં અંદાજે 96,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં હાજરી આપી હતી. પરિણામ જાહેર થયેલા ગત સપ્તાહે 4311 જેટલા ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા માટે પાસ થયા હતા. આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહમાં હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.