અમદાવાદઃ મેયર બીજલ પટેલે વધુમાં જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં આવેલી અન્ય કોવિડ હોસ્પિટલોના પુનઃવસન કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉચ્ચ અધિકારીઓની એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં ડૉ. મનીષકુમાર આઈએએસ, ચીફ ફાયર ઓફિસર એમએસ દસ્તૂર અને બીજા તજજ્ઞો સામેલ છે. આ સમિતિ આજે અને કાલે કોઈ હોસ્પિટલની મુલાકાત લઇ વિવિધ પાસાઓની અમલવારીની ચકાસણી કરશે.
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની દુઃખદ ઘટનામાં પણ વિપક્ષ રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરે છે: મેયર બીજલ પટેલ - Congress
આજે સવારે હોસ્પિટલમાં આગ લાગવાથી આઠ જેટલા દર્દી આઈસીયુમાં મૃત્યુ પામ્યા છે. તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સહિતના નેતાઓએ હાર્દિક સંવેદના વ્યક્ત કરી છે. તદુપરાંત વડાપ્રધાનના પીએમ કેર ફંડ અને મુખ્યપ્રધાનના આકસ્મિક રાહતનિધિમાંથી મૃતકના પરિવારજનોને સહાયની જાહેરાત પણ કરી છે પરંતુ આવા સમયમાં વિપક્ષ રાજકીય રોટલા શેકવા પ્રયત્ન કરે છે અને આવા અત્યંત સંવેદનશીલ પ્રસંગે શહેરીજનોના મૃત્યુ પર રાજકારણ કરવું અયોગ્ય છે, આ બાબતે મેયર બીજલ પટેલ જણાવે છે.
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની દુઃખદ ઘટનામાં પણ વિપક્ષ રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરે છે: મેયર બીજલ પટેલ