ETV Bharat / city

હેલિપેડ તો બનાવ્યું પણ એર એમ્બુલન્સ ક્યારે આવશે, વિપક્ષના સવાલ - vs hospital Controversy

અમદાવાદમાં વી.એસ. હોસ્પિટલ (Ahmedabad VS Hospital) એર એમ્બુલન્સ માટે હેલિપેડ બનાવવામાં આવ્યું છે. પરંતુ આ સેવાનો ઉપયોગ થતો ન હોવાથી વિપક્ષ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. એમ્બુલન્સ સેવાનો (VS Hospital Air Ambulance Helipad) લાભ લેવા માટે હેલિકોપ્ટર જ નથી.

હેલિપેડ તો બનાવ્યું પણ એર એમ્બુલન્સ ક્યારે આવશે, વિપક્ષના સવાલ

author img

By

Published : Jul 4, 2022, 11:37 AM IST

અમદાવાદ : અમદાવાદ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી અદ્યતન સુવિધાથી સજ્જ 18 માળની વી.એસ. હોસ્પિટલ (Ahmedabad VS Hospital) એર એમ્બુલન્સ માટે હેલિપેડ બનાવવામાં આવ્યું છે. પરંતુ, તેનો ઉપયોગ થતો ના હોવાથી વિપક્ષે આકરા પ્રહાર કર્યા છે. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી વી.એસ.હોસ્પિટલને દેશની સૌથી અત્યાધુનિક હોસ્પિટલનો દરજ્જો મળે છે. પરંતુ દર્દીને એર એમ્બુલન્સ સુવિધા માટે હેલીપેડ (VS Hospital Air Ambulance Helipad) બનાવવામાં આવ્યું છે. જેનો તેનો ઉપયોગ થતો ન હોવાથી તેની પાછળ કરવામાં આવેલા ખર્ચ નિષ્ફળ ગયો છે. તેવો આક્ષેપ AMC વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં વી.એસ. હોસ્પિટલમાં એર એમ્બ્યુલસ હેલીપેડને લઈને AMC વિપક્ષના આકરા પ્રહાર

આ પણ વાંચો : Rain Gauge Machine : કોર્પોરેશને મૂકેલા રેઇન ગેજ મશીન શું છે અને કયું કામ કરશે તે જાણો

દેશની સૌથી અદ્યતન હોસ્પિટલનો દરજ્જો - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલ અંદાજે 750 કરોડના ખર્ચે વર્ષ 2019માં 873 જનરલ બેડ અને 427 cu બેડ મળીને 1500 બેડની સુવિધા સાથે મલ્ટી સ્પેશિયાલિટી ફેકલ્ટી સાથે શરૂ કરવામાં આવી છે. આ અદ્યતન હોસ્પિટલને દેશની સૌથી (Hospital in Ahmedabad) અત્યાધુનિક હોસ્પિટલનો દરજ્જો મળ્યો હતો. જેને લઈને AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાતે જણાવ્યું હતું કે, વી.એસ.હોસ્પિટલના 18 માળે એસ એમ્બુલન્સ સેવા માટે હેલિપેડ બનાવવામાં આવ્યું છે. પરંતુ દુઃખની બાબત એ છે કે, એમ્બુલન્સ સેવાનો લાભ લેવા માટે હેલિકોપ્ટર જ નથી. વિશ્વમાં કોરોના મહામારીના સમયે સમગ્ર દેશ તથા શહેરમાં અફડાતફડી મચી જવા પામેલી હતી. તેમ છતાં આવી મહામારીમાં પણ કટોકટી સમયમાં પણ એર એમ્યુલસનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

આ પણ વાંચો : શું AMCના હિસાબી ખાતા પાસે 10 વર્ષનો હિસાબ નથી..!

80 ટકા બેડ ખાલી પડ્યા - વધુમાં ઉમેર્યું હતું કે, 18 માળની આ મલ્ટી સ્પેશ્યાલિટી (Multi Specialty Hospital in Gujarat) હોસ્પિટલમાં 1500 બેડની હોસ્પિટલમાં જેમાં સ્પેશ્યાલિટી ડોકટરો છે. વિવિધ પ્રકારના અત્યાધુનિક મેડિકલની ટ્રીટમેન્ટ તેમજ અદ્યતન સાધનો સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે સિવિલ હોસ્પિટલ કરતા પણ વધુ આધુનિક હોવા છતાં દૈનિક 200 ઇન્ડોર દર્દી જ છે. જેના કારણે 80 ટકા બેડ ખાલી પડ્યા રહે છે. તેથી માગણી કરવામાં આવી હતી કે જલ્દી એર એમ્બુલન્સ સેવા શરૂ કરવામાં આવે જેથી લોકો આ સેવાનો પણ લાભ લઇ શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.