ગાંધીનગરઃ દેશના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિદનો રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થા જઈ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર તરીકે યશવંત સિંહાએ (Opposition candidate for the presidency Yashwant Sinha) ઉમેદવારીપત્ર ભર્યું છે. ઉમેદવારીપત્ર ભર્યા પછી યશવંત સિંહા (Yashwant Sinha Gujarat Visit ) 30 જૂને પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પહેલા ભાજપ તરફથી રાષ્ટ્રપતિનાં પદ માટે ઉમેદવાર દ્રોપદી મુર્મુએ ઉમેદવારીપત્ર ભર્યું હતું.
કૉંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક - અહીં યશવંત સિંહા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના ખંડમાં ગુજરાત કૉંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે બેઠક (Yashwant Sinha Meeting with Congress Leaders) યોજશે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો ચૂંટણી યોજાય તો કઈ રીતે મતદાન કરવું. તે બાબતની પણ માહિતી આ બેઠકમાં આપવામાં આવી શકે છે. જ્યારે કૉંગ્રેસ ઓફિસમાંથી તમામ ધારાસભ્યોને ટેલિફોનિક જાણ કરીને ગુરુવારે ફરજિયાતપણે વિધાનસભાના વિરોધ પક્ષના કાર્યાલયમાં કૉંગ્રેસના તમામ ધારાસભ્યો હાજર રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.
વિધાનસભા ચૂંટણી બાબતે ચર્ચા - ગુજરાતમાં ગણતરીના મહિનાઓમાં જ વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે અગાઉ 2 વખત આવી ચૂક્યા છે અને ધારાસભ્ય સાથે બેઠક પણ યોજી હતી. ત્યારે હવે રાષ્ટ્રપતિના વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા પણ કૉંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક (Yashwant Sinha Meeting with Congress Leaders) યોજશે ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણી (President Election 2022) બાબતે પણ મહામંથન અને ચર્ચા થઈ શકે છે.