ETV Bharat / city

ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી ન શરુ કરાતા વકીલોનો વિરોધ

કોરોનાની મહામારીના કારણે ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા 16 મહિનાથી પ્રત્યક્ષ સુનાવણી બંધ રહેતા આજે 31 જુલાઈના રોજ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના સભ્યોએ નામદાર કોર્ટ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે, આ વિરોધ માત્ર 20 મિનિટ પૂરતો જ અને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવામાં આવ્યો હતો. કોરોનાની મહામારીના કારણે લોકોના આરોગ્ય જોખમમાં મુકાયા છે ત્યારે બીજી તરફ ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ હોવાથી કેટલાક વકીલોની હાલત વધુ કફોડી બની છે. તેથી કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરુ કરવા માગ કરવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ
author img

By

Published : Jul 31, 2021, 8:36 PM IST

  • ગુજરાત હાઇકોર્ટમાં વકીલોનો વિરોધ
  • પ્રત્યક્ષ સુનાવણી શરુ કરવા વકીલોની માગ
  • બીજી વખત કરાયો વિરોધ

અમદાવાદ: લાંબા સમયથી ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ હોવાથી કેટલાક વકીલોએ વારંવાર તેમની કથળતી જતી આર્થિક પરિસ્થિતિ અંગે કોર્ટમાં રજૂઆત કરી હતી. આ પહેલા ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને પણ જુદી જુદી બેઠકો યોજીને આ મુદ્દે ચર્ચા-વિચારણા કરી છે. ચર્ચા-વિચારણા કર્યા બાદ તેમણે ચીફ જસ્ટિસ વિક્રમ નાથને ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા માટે અરજીઓ પણ કરી હતી. પરંતુ ગત અઠવાડીએ તેમણે હાઈકોર્ટની કાર્યવાહીને અલ્ટીમેટમ આપ્યું હતું કે, જો 28 જુલાઈ સુધીમાં કોર્ટમાં સુનાવણી ન થાય તો તે સામે ધરણા કરવામાં આવશે. તેમજ કોર્ટના તમામ ઓફિશિયલ કાર્યક્રમોમાંથી બોયકોટ કરવામાં આવશે. જોકે, હજી પણ નામદાર કોર્ટે પ્રત્યક્ષ સુનાવણી ક્યારથી શરૂ થશે તે અંગે સ્પષ્ટતા નથી કરી.

ગુજરાત હાઇકોર્ટમાં વકીલોનો વિરોધ

આ પણ વાંચો- દિલ્હી: રોહણી તથા સાકેત કોર્ટ બહાર વકીલોનો વિરોધ પ્રદર્શન, 1 વકીલે કર્યો આત્મવિલોપનો પ્રયાસ

અગાઉ ઉપરકોટમાં પ્રત્યક્ષ સુનાવણી કરવા માટે અરજીઓ કરાઇ હતી

મહત્વનું છે કે, કોરોના મહામારીના કારણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અગાઉ પણ બેથી ત્રણ વખત ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી રજૂઆત કરવામાં આવી ચુકી છે. તેમણે રજૂઆત કરી હતી કે, હવે જ્યારે કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુવણી શરૂ કરવામાં આવે. પરંતુ તેમની માંગણીને વાચા ન મળતાં તેમણે સતત બીજી વખત શાંતિમય રીતે વિરોધ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.