અમદાવાદ: કોરોના મહામારીએ ગુજરાતમાં પગપેસારો કર્યાને એક મહિનો થયો અને કુદકેને ભુસકે વધતાં કેસો આજે 2000ને પાર થઈ ગયા છે. આ સાથે જ કોરોનાએ તો અમદાવાદ શહેરને જાણે બાનમાં જ લીધું હોય તેમ કાળો કહેર વર્તાવ્યો છે.
અમદાવાદની દિગ્ગજ સરકારી LG હોસ્પિટલનાં ડૉક્ટરો-નર્સ અને મેડિકલ સ્ટાફની એવી દયનીય હાલત ઉભી થઈ છે. જેને જોતા જ 27 એપ્રિલ સુધી OPD અને ઇમરજન્સી સેવાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે દર્દીઓ દાખલ છે તેમની સારવાર થશે અને સાજા થયા બાદ તેમને રજા આપવામાં આવશે, પરંતુ 27 એપ્રિલ સુધી કોઈ પણ નવા દર્દી દાખલ કરવામાં આવશે નહીં. તો માત્ર 6 દિવસમાં કોરોના વોરિયર્સ એવાં LGના 15 ડૉક્ટર કોરોના પોઝિટિવ આવ્યાં છે.
16 એપ્રિલઃ 2 રેસિડેન્ટ ડૉક્ટર , 1 આસિ. પ્રોફેસર
17 એપ્રિલઃ 4 આસિ. પ્રોફેસર
18 એપ્રિલઃ 2 રેસિડેન્ટ ડૉક્ટર
19 એપ્રિલઃ1 રેસિડેન્ટ ડૉક્ટર
20 એપ્રિલઃ 1 આસિ. પ્રોફેસર અને ડૉક્ટર
21 એપ્રિલઃ 2 આસિ. પ્રોફેસર, 2 રેસિડેન્ટ ડૉક્ટર