- સરકારી આરોગ્ય કેન્દ્રમાં વેક્સિનના ડોઝ ઓછા
- ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં પુરતો જથ્થો
- ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં રોજના 2 હજાર લોકોને આપવામાં આવે થે વેક્સિન
અમદાવાદઃ કોરોનાની મહામારીને લઈને સરકાર દ્વારા વેક્સિન પર ભાર મુકવામાં આવી રહ્યો છે. પરંતુ સરકારી આરોગ્ય કેન્દ્રમાં માત્ર ગણતરીના જ વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. તો સાથે સાથે ખાનગી સંસ્થાઓમાં પણ ગણતરીના વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. હાલમાં વેક્સિનની ઘટના કારણે પણ લોકોને વેક્સિન લેવા માટે લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે.
ચાંદલોડીયા આરોગ્ય કેન્દ્રમાં સોમવારે માત્ર 70 લોકોને જ વેક્સિન આપવામાં આવી
અમદાવાદાના ચાંદલોડીયા આરોગ્ય કેન્દ્રમાં સરકાર દ્વારા સોમવારે માત્ર 70 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી, કારણ કે, અપુરતા વેક્સિનના જથ્થાને કારણે માત્ર ટોકનના આધારે વેક્સિન આપવામાં આવી રહી છે. તો અન્ય વેક્સિનેશન સેન્ટરોમાં પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરનારા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં અમદાવાદીઓનો બહોળો પ્રતિસાદ
એક વેક્સિનેશન સેન્ટરમાં માત્ર રોજના 100 લોકોને જ વેક્સિન આપવામાં આવી રહી છે
ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં એક વેક્સિનેશન સેન્ટરમાં માત્ર રોજના 100 લોકોને જ વેક્સિન આપવામાં આવી રહી છે. તો કેટલાક આરોગ્ય કેન્દ્ર પર સવારે ટોકન આપવામાં આવે છે. જેના આધારે જ વેક્સિન આપવામાં આવે છે. પરંતુ અમદાવાદ મનપા દ્વારા શરૂ કરવામાં આવેલા ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં તમામ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ કોરોનાના મૃતક પરિવારોને 4 લાખની સહાય આપવા કોંગ્રેસ દ્વારા સરકાર પાસે માંગ
ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં રોજના 2 હજાર લોકોને વેક્સિન આપવામાં આવશે
અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવેલા ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, રોજના 2 હજાર લોકોને વેક્સિન આપવામાં આવશે અને ડ્રાઇવ થ્રુ વેક્સિનમાં રોજના 1500 લોકોને વેક્સિન આપવામાં આવે છે. ત્યારે સવાલ એ છે કે, આરોગ્ય કેન્દ્રમાં રોજના 100 લોકોને જ વેક્સિન ફાળવવામાં આવે છે જ્યારે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં મોટો જથ્થો આવે છે ક્યાંથી ?