અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના સંકમિતોની વધતી જતી સંખ્યા હજુ ઘટવાનું નામ નથી લેતી તેવા સમયમાં નરોડાની ઝોનલ કચેરીમાં નાગરિકોના બેજવાબદારીપૂર્વક વર્તતાં ટોળાં જોવા મળ્યાં હતાં. અમદાવાદના નરોડાની ઝોનલ કચેરીમાં રેશનકાર્ડધારક અરજદારો કોઈપણ જાતના સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યાં વગર મોટી સંખ્યામાં રેશનકાર્ડમાં જરુરી સુધારાવધારા કરાવવા માટે તેમ જ NFSA અનાજ મેળવવાના ફોમઁ ભરવા ઉમટી પડતાં કચેરીના સ્ટાફ માટે કોરોના સંક્રમણ થવાનું જોખમ ઉભું થયું હતું.
સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા: રેશનકાર્ડમાં સુધારા સહિત NFSA અનાજ મેળવવા ટોળાં ઉમટ્યાં - Social Distance
સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય એમ ગાઈડલાઇન્સ બહાર પાડી દેવાથી અમલીકરણ થઈ ગયું તેમ માની લેતાં પ્રશાસનની બેકાળજી કોરોનાના જંગમાં ખૂબ જ મોંઘી પડી શકે છે. વાત છે અમદાવાદમાં રેશનકાર્ડ અનાજ વિતરણ દરમિયાન ઉમટી રહેલાં લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવાની તંત્રની બેકાળજીની. નરોડા ઝોનલ કચેરીમાં આવા દ્રશ્યો સામે આવ્યાં હતાં.