ETV Bharat / city

ગુજરાતમાં ફટાકડા ફોડવા અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી, હાલ ફટાકડા બજારમાં સન્નાટો

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીએ કહેર મચાવ્યો છે અને રાજ્ય સહિત દેશમાં કોરોનાના વ્યાપમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. થોડા જ દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. કોરોનાના કહેરમાં કુલ 5 રાજ્યોએ ફટાકડા પર પ્રતિબંધ મૂકાયા પછી ગુજરાતમાં દિવાળી પર ફટાકડા ફોડી શકાશે કે નહીં, તે એક ખુબ મોટો પ્રશ્ન છે.

ગુજરાતમાં ફટાકડા ફોડવા અંગે હજી કોઈ નિર્ણય લેવાય નથી અને ફટાકડા બજારમાં સન્નાટો

author img

By

Published : Nov 8, 2020, 7:30 PM IST

  • રાજ્યમાં કોરોના કહેર વચ્ચે ફટાકડા બજારમાં સન્નાટો
  • રાજ્યમાં ફટાકડા ફોડવા કે નહિં તે મુદ્દે સોમવારે નિર્ણય લેવાશે
  • ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ફટાકડા મુદ્દે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે. ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કલમ 144 અંતર્ગત આદેશ બહાર પાડવા સૂચના આપી દેવામાં આવી છે. ફટાકડાની ગેરકાયદે થતી આયાત, સંગ્રહ, વેચાણ સામે રોક લગાવવામાં આવી છે. કલમ 144 અંતર્ગત પ્રતિબંધાત્મક આદેશ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ડોક્ટરોના મત પ્રમાણે ફટાકડાનો ધુમાડો ફક્ત કોરોનાથી સંક્રમિત દર્દીઓ માટે જ નહીં પરંતુ કોરોનાથી સાજા થયેલા લોકો માટે પણ જોખમી બની શકે છે.

ગુજરાતમાં ફટાકડા ફોડવા અંગે હજી કોઈ નિર્ણય લેવાય નથી, જ્યારે હાલ ફટાકડા બજારમાં સન્નાટો

ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવામાં મુશ્કેલી

કોરોના સંક્રમણની સીધી અસ૨ ફેફસા પ૨ થઈ હોય છે એટલે કે, ફેફસા પ્રમાણમાં નબળા પડયા હોવાને લીધે ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. ડિસ્ચાર્જ થયા પછી પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યા સર્જાતી હોવાનું જોવા મળે છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નિષ્ણાતો દ્વારા આ દિવાળીએ ફટાકડા ન ફોડવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં ફટાકડા ફોડવાને લઈ રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી સુપ્રિમ કોર્ટના જાહેરનામાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યા હતા. અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા ફટાકડા ફોડવાને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં અમદાવાદીઓ રાતે 8થી 10 વાગ્યા સુધી એમ બે કલાક જ ફટાકડા ફોડી શકશે. અમદાવાદ શહેરના બજારો, જાહેર રસ્તાઓ, ગલીઓ, એલપીજી ગેસ પ્લાન્ટ કે પેટ્રોલપંપ આસપાસ પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે.

પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

ઈન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે, દિવાળીના તહેવાર દરમ્યાન આગ અકસ્માતના બનાવ બને છે. અમદાવાદ શહેરમાં રાતે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. ફટાકડાની લુમ ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. PESO સંસ્થા દ્વારા માન્ય 125 ડેસીબલ યુનિટ અથવા 145 ડેસીબલ (સી)થી ઓછો અવાજ ધરાવતા ફટાકડા વેચી કે વાપરી શકાશે. હોસ્પિટલ, ન્યાયાલયો, શૈક્ષણિક સંસ્થાઓ, નર્સિંગ હોમ તેમજ ધાર્મિક સ્થળોની 100 મીટર વિસ્તાર સાયલન્ટ ઝોન હોવાથી ત્યા ફટાકડા ફોડી શકાશે નહીં.

ઓનલાઇન કોમર્શિયલ વેબસાઈટ પરથી ફટાકડાના વેચાણ કે ખરીદ કરી શકાશે નહિ

ફ્લિપકાર્ટ, એમેઝોન સહિત ઓનલાઇન કોમર્શિયલ વેબસાઈટ પરથી ફટાકડાના વેચાણ કે ખરીદ કરી શકાશે નહિ. કોઈપણ પ્રકારના તુકકલ કે ચાઈનીઝ તુકકલ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામાનો અમલ 9 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી એમ 10 દિવસ સુધી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે IPC 188 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.