અમદાવાદ: ગુજરાત રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા 7 મહાનગરપાલિકાઓની વોર્ડ રચના અને સીમાંકન જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદ મનપામાં હાલના 48 વોર્ડ અને 192 કોર્પોરેટરોની બેઠક યથાવત્ રહેશે. નવા ભળેલા બોપલ ઘુમા નગરપાલિકા અને ઔડાના વિસ્તારોનો હાલના વોર્ડમાં સમાવેશ કરાશે. જ્યારે રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગરમાં વોર્ડ તેમજ બેઠકો યથાવત રાખવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર શહેરી વિકાસના જાહેરનામા અનુસાર બોપલ નગરપાલિકા, કઠવાડા ગ્રામ પંચાયત, તથા નરોડા ભિલોડા ગ્રામ પંચાયત સહિત સાત અન્ય ગ્રામ પંચાયત સહિતના વિસ્તારોના સર્વે નંબરનો સમાવેશ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરવામાં આવ્યો છે. અને મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડ યથાવત રાખી 192 કોર્પોરેટર પણ યથાવત રાખ્યા છે. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં નવા સમાવિષ્ટ આ વિસ્તારોમાં પ્રાથમિક જરૂરીયાતોનો અભ્યાસ કરી શહેરીજનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટેના પ્રયાસો કરવામાં આવશે.
શહેરી વિકાસ વિભાગ દ્વારા સીમાંકનમાં AMCના 48 વોર્ડ અને 192 કોર્પોરેટરો યથાવત - Bopal municipal corporation
ગુજરાત રાજ્યની 7 મહાનગરપાલિકામાં હદ વિસ્તાર વધારવામાં આવ્યા બાદ શહેરી વિકાસ વિભાગ દ્વારા આ મહાનગરપાલિકાઓની વોર્ડ રચના અને સીમાંકન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગરમાં હાલના વોર્ડ અને કોર્પોરેટરો યથાવત રાખવામાં આવ્યા છે.