- અમદાવાદમાં પહેલી વાર એકપણ વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નહીં
- ખાનગી હોસ્પિટલના 34% બેડની સંખ્યા ખાલી
- અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો
અમદાવાદ: શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 278 કોરોનાના કેસ નોંધાયા છે અને વધુ 9 દર્દીઓ મૃત્યુ પામ્યા છે તો આ સાથે જ અમદાવાદમાં કેસનો આંકડો 50 હજાર સુધી પહોંચવા આવ્યો છે. શહેરમાં કુલ મૃત્યુઆંક 2117 થયો છે તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 273 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. શહેરમાં હજુ પણ 2572 જેટલા કેસ એક્ટિવ છે તો કેટલાક દિવસથી એક્ટિવ કેસની સંખ્યામાં પણ મહદઅંશે ઘટાડો જોવા મળી રહ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો ઘટાડો
દિવાળી પછી શહેરમાં કોરોનાના કેસમાં બમણો વધારો થયો હતો તેના કારણે અમદાવાદ શહેરની પરિસ્થિતિ ગત માર્ચ મહિના જેવી પહોંચી ચૂકી હતી પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સિવિલ હોસ્પિટલમાં 50થી ઓછા કેસ આવી રહ્યા છે. પરંતુ હવે આ સ્થિતિમાં બદલાવ આવ્યો હોય તેવું સુપ્રિન્ટેન્ડેન્ટનું માનવું છે.
આ પણ વાંચો: ચાંદખેડા કોર્પોરેટર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોરોનાના આંકડા છુપાવે છે