ETV Bharat / city

વાવાઝોડા સંદર્ભે અમદાવાદ જિલ્લા માટે આગામી 06થી 08 કલાક મહત્વના: જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે

author img

By

Published : May 18, 2021, 5:19 PM IST

તૌકતે વાવાઝોડું અત્યારે અમદાવાદ પર મંડરાઈ રહ્યું છે. આ વાવાઝોડાના પગલે અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. નાગરિકોને બીનજરૂરી બહાર ન નીકળવા કલેક્ટરએ અપીલ કરી છે. આ વાવાઝોડાની અસરને કારણે આગામી 06થી 08 કલાક મહત્વના હોવાનું જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ જણાવ્યું છે.

નાગરિકોને બીનજરૂરી બહાર ન નીકળવા કલેક્ટરની અપીલ

  • અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા
  • પવનના વેગથી બચવું મુશ્કેલ
  • નાગરિકોને બીનજરૂરી બહાર ન નીકળવા કલેક્ટરની અપીલ

અમદાવાદ: જિલ્લામાં વાવાઝોડાની સંભવિત અસરોના કારણે આગામી 06 થી 08 કલાક મહત્વના હોવાનું જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ જણાવ્યું છે. જિલ્લા કલેક્ટર આ સંદર્ભે નાગરિકોને બીનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી છે. વાવાઝોડાની સંભવિત અસરો દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સજ્જ છે.

અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા

આ પણ વાંચો: ભાવનગરથી જૂઓ ગ્રાઉન્ડ રિપોર્ટ: જિલ્લામાં વાવાઝોડાની તબાહી, પિતા-પુત્રીના મોત; તો વૃક્ષો-થાંભલા ધરાશાઈ

કેટલીક જગ્યાએ ઝાડ પડ્યા

ગ્રામ્ય વિસ્તારો ઘોલેરા, ધંધૂકા, બાવળા અને માંડલમાં વાવાઝોડાની અસર વર્તાઇ છે અને 02થી 03 જગ્યાએ ઝાડ પડવાના બનાવો બન્યા છે. જેમાં ત્વરિત કાર્યવાહી હાથ ધરી રસ્તા પૂર્વવત કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના પણ વાવાઝોડાએ ભૂંડા હાલ કર્યા છે. વાવાઝોડાની તમામ સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા માટે નગરપાલિકા વિસ્તારમાં ફાયર બ્રિગેડની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

આ પણ વાંચો: વાવાઝોડાંની તૈયારીને લઇને અમદાવાદ ફાયર વિભાગ સજ્જ

ભળભડતી ગરમીની જગ્યાએ વરસાદ

સામાન્ય રીતે મે મહિનામાં અમદાવાદ ગુજરાતમાં બળબળતી ગરમી હોય છે. તેની જગ્યાએ વાવાઝોડાના કારણે વરસાદ અને ઠંડીનો વધારો થઈ રહ્યો છે. પોલીસ દ્વારા રિવરફ્રન્ટ પર લોકોને ઉભા રહેવા મનાઈ કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.