અમદાવાદ: ગુજરાતી સિનેમા (Gujarati cinema) ચાહકો માટે લાવી રહી છે નવા વર્ષમાં એક (new Gujarati movie) નવી ફિલ્મ. જે એક મનોરંજક ફિલ્મ હોવા સાથે મેસેજિંગ ફિલ્મ છે અને પિતા તથા પુત્રના સંબંધો તેમજ સંઘર્ષને અનોખી રીતે રજૂ કરતી વાર્તા છે. "બ્રહ્મઅસ્ત્ર" ફિલ્મ 2022ના ( Gujarati movie Brahmastra) માર્ચ મહિનામાં ગુજરાતના (Gujarati movie new in 2022) સિનેમા ઘરોમાં રિલિઝ થનારી છે.
ફિલ્મની વાર્તા પિતા-પુત્રના સંબંધો પર આધારિત
આ ફિલ્મની સ્ટોરી એક પિતા અને પુત્ર વચ્ચેના સંબંધોની (relationship between father and son)કહાની છે. આ વાર્તામાં એક સરળ અને સાચી રીતે સફળ બિઝનેસમેનની સફર તેની નાની ઉંમરથી શરૂ થાય છે. ધીમે-ધીમે તેના મધ્યમ વર્ગના સપના એક પછી એક સિદ્ધ કરે છે. પોતાના પુત્ર માટે કેવી મુશ્કેલીઓ સાથે તે આગળ વધે છે તેની વાર્તા અહીં વર્ણવામા આવી છે.
પરિવારમાં આવે છે એક તોફાન
પિતા પોતાના પુત્રને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલે છે. ભણીને તે પાછો આવે છે અને પિતાનો ટેકો બને છે. જીવન સારી રીતે ચાલતુ હોય છે, ત્યાં એકાએક કંઈક એવુ બને છે કે, પરિવારમાં તોફાન સર્જાય છે. ત્યારબાદ કઈ રીતે પુત્રને એક પિતાના સાચી ઓળખ થાય છે તે આ ફિલ્મમાં દર્શાવવામા આવ્યુ છે.
આ ફિલ્મનું કાસ્ટિંગ અને તેનું શૂટિંગ લોકેશન
ફિલ્મના મુખ્ય કલાકારોમાં શાબાશ ખાન, મેહુલ બુચ, સંજીત ધુરી, હીના વાર્ડે, હેમાંગ દવે અને પિંકી પારેખ છે. શાહબાઝ ખાન વિલનની ભૂમિકામાં છે, જ્યારે સંજીત ધુરી પુત્ર અને મેહુલ બુચ પિતા તરીકે મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ અમદાવાદ અને ગાંધીનગરની આસપાસના સ્થળોએ કરવામા આવ્યુ છે. આ ફિલ્મનું એક ગીત ઉત્તરાખંડમાં શૂટ થનાર છે.
આ પણ વાંચો:
જાણો, હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર પરેશ રાવલ ગુજરાતી ફિલ્મોમાં 40 વર્ષ બાદ કઈ ફિલ્મથી કરશે કમબેક?