વડોદરાઃ જિલ્લામાં કરજણ તાલુકાના કંડારી ગામમાં વરસાદી પાણી (Heavy Rain in Vadodara) ભરાઈ ગયા હતા. ત્યારે NDRFની ટીમે અહીં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે લોકોને સલામત સ્થળે (NDRF Rescue Operation at Karjan) ખસેડ્યા હતા. સાથે જ ટીમે 2 સગર્ભા મહિલાનો પણ જીવ બચાવ્યો હતો.
આ પણ વાંચો- અમદાવાદના રસ્તાઓ પર આ શું થઈ રહ્યું છે ? સર્જાયો ગ્લેશિયર જેવો માહોલ
VMC દ્વારા હેલ્પલાઇન નંબર કરાયો શરૂ - રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીને પગલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આફત ના સમયે મદદ માટે 0265-2423101 ,2426101 અને 8238023337 નંબર જાહેર કરવામાં આવ્યા છે. સાથે 1800 233 0265 ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં લોકોને ભારે હાલાકીનો સામનો (Vadodara control room) કરવો પડતો હોય છે. તેને લઈને વડોદરા મહાનગરપાલિકા (Vadodara Helpline number) દ્વારા હેલ્પલાઈન નંબર ચાલુ કરાયો છે.
આ પણ વાંચો- રાજ્યમાં ફરી એક વાર મેઘ મહેર, વિઝિબિલિટી ઘટી, અમદાવાદ-વડોદરામાં પણ ધોધમાર વરસાદ
વડોદરામાં વરસાદની સ્થિતિ - શહેરમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો (Heavy Rain in Vadodara) છે. અહીં કરજણ અને વાઘોડિયા તાલુકામાં ધોધમાર વરસાદ (Heavy Rain in Vadodara) પડ્યો હતો. જ્યારે ડભોઈમાં પણ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. અહીં છેલ્લા 24 કલાકમાં વડોદરામાં 38 મિમી, કરજણમાં 144 મિમી, ડભોઈમાં 183 મિમી, ડેસરમાં 9 મિમી, પાદરામાં 46 મિમી, વાઘોડિયામાં 20 મિમી, સાવલીમાં 8 મિમી અને શિનોરમાં 34 મિમી વરસાદ પડ્યો હતો.