ETV Bharat / city

એ આત્મહત્યાના કેસ કે જેમણે ગુજરાતીઓના પેટમાં ફાળ પાડી - NCRBમાં આત્મહત્યાના કારણો

ગુજરાતમાં દિવસેને દિવસે આત્મહત્યાના કેસોમાં વધારો થતો જઈ રહ્યો ( Suicide Cases In Gujarat) છે. અમદાવાદમાં આજે બુધવારે એક પોલીસ પરિવારે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાને કારણે સમગ્ર રાજ્યમાં ઓહાપો મચી ગયો છે. રાજ્યમાં ભૂતકાળમાં પણ અનેક વખત આવા કરૂણતાની પરાકાષ્ટાને પાર કરતા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ચાલો જાણીએ કે, એવી કઈ ઘટનાઓ બની હતી જેને યાદ કરતા દિલ ધબકારો ચુકી જાય છે. NCRB Report 2021

Suicide Cases In Gujarat
Suicide Cases In Gujarat
author img

By

Published : Sep 7, 2022, 5:39 PM IST

અમદાવાદ : આપણે વારંવાર આત્યહત્યાની ખબર જોતા જ હોય છે, ઘણી એવી ઘટનાઓ પણ છે જેને લઈને સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો ( Suicide Cases In Gujarat) છે. રાજ્યમાં આત્મહત્યા મામલે NCRB નો રિપોર્ટ ખૂબ જ ચોંકાવનારો સામે આવ્યો (NCRB Report 2021) છે. આમ, રાજ્યમાં બનેલી આત્મહત્યાની આ 4 ઘટનાઓ કે જેના કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો માહોલ છવાઈ ગયો હતો. તો ચાલો આ કઈ ઘટના હતી કે, સામે આવ્યા બાદ દરેક ગુજરાતીનું કાળજું કંપી ઉઠ્યું હતુ.

પોલીસ પરિવાર આત્મહત્યા કેસ : અમદાવાદમાં આજે 7 સપ્ટેમ્બરના રોજ પોલીસ કર્મચારી કુલદીપ સિંહે પોતાની નાની બાળકી અને પત્ની સાથે 12 માં માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. (police family committed suicide). પોલીસકર્મીની આત્મહત્યા કરવા પાછળ કયું કારણ છે એ હજી સુધી જાણી શકાયું નથી (Reason behind suicide of a policeman). પોલીસનો કાફલો હાલ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહ્યો છે. આત્મહત્યા કરનાર પોલીસકર્મી અને તેના પરિવારનું હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિબેન અને પોલીસકર્મી કુલદીપ સિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12 માં માળેથી ઝંપલાવીને આત્મહત્યા કર્યો હતો. કુલદીપ સિંહનાં બહેન તેમની નજીકમાં જ રહે છે. આત્મહત્યા પાછળના કારણો જાણવા તજવીજ શરૂ કરાઇ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નસીફા આત્મહત્યા કેસ : વડોદરામાં 23 જૂન 2022 ના દિવસે 25 વર્ષીય નસીફાએ ગળે ફાંસો ખાઈ જીવન (Vadodara girl commits suicide) ટૂંકાવ્યું હતું. આત્મહત્યા કરતા પહેલા અમદાવાદ રિવરફ્રન્ટ પર વીડિયો પણ બનાવ્યો હતો. જોકે તેનો આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો અને તે પરત વડોદરા આવી હતી. જ્યાં બે દિવસ બાદ યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેણે અમદાવાદના યુવકના પ્રેમમાં આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ પરિજનો દ્વારા કરવામાં આવ્યા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ યુવકે લગ્નની લાલચ આપી ત્યારબાદ વિશ્વાસઘાત કરતા યુવતી આઘાતમાં આવી ગઈ હતી. જેથી નસીફાએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત લાવી દીધો છે. યુવતીએ આત્મહત્યા પહેલા બનાવેલો વીડિયો સોશયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો.

આઇશા આત્મહત્યા કેસ : પતિના ત્રાસ છતાં તેના વિશે પ્રેમના શબ્દો બોલી હસતાં હસતાં વીડિયો બનાવી અમદાવાદના વટવાની એક પરિણીતાએ 27 ફેબ્રુઆરી 2021ના દિવસે સાબરમતી નદીમાં કૂદી આત્મહત્યા કરી હતી. જણાવી દઈએ કે, આઇશાના લગ્ન 2018માં રાજસ્થાનમાં રહેતા આરીફ ખાન સાથે થયા હતાં. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે સતત ત્રાસ આપતા હતા. આ બાદ કંટાળીને તેમણે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા તેના માતા પિતા તેને શોધવા નીકળ્યા હતા. થોડા સમય બાદ આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે, બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. રિવરફ્રન્ટ પર તપાસ કરતાં ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાં તપાસ કરી એક મહિલાની એટલે કે આઇશાની મૃતદેહ બહાર કાઢ્યો હતો. આઇશાના મોબાઈલ ફોનમાં જોયું તો તેણે એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આત્મહત્યા કરતા પોલીસે આ મામલે વીડિયોના પુરાવાના આધારે આઇશાના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બાદ, ને એક વર્ષ સુધી ફાસ્ટટ્રેકમાં (Ahmedabad Sessions Court) ચલાવીને આઇશાના પતિ આરોપી આરીફ ખાનને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી હતી. Ayesha suicide case

PSI આત્મહત્યા કેસ : મેરેજ એનિવર્સરીના જ દિવસે જીવન જીવવું અઘરું બની ગયું છે, મારા મોત પાછળ કોઈ જવાબદાર નથી- એમ લખી સુરતની મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા 6 ડિસેમ્બર 2020 ના રોજ આત્મહત્યા કરવામાં આવી હતી. ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા PSIએ દિલ્હી ગેટ ખાતે આવેલા ફાલસાવાડી ક્વાર્ટર્સમાં રૂમ બંધ કરી પેટમાં સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. તેમની આત્મહત્યાના પગલે પોલીસ બેડામાં ચકચાર મચી ગયો હતો. PSI અમિતા જોશીનો કોન્સ્ટેબલ પતિ વૈભવ, સાસુ-સસરા તેમજ નણંદો મિલકત માટે અને પગાર માટે અમિતાને ત્રાસ આપતા હતા. આ ઉપરાંત,વલ પતિ વૈભવના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો પણ હોવાની વાત સામે આવી હતી. અમિતાના પિતાએ મહીધરપુરા પોલીસમાં અમિતાના પતિ વૈભવ, સસરા જીતેશ, સાસુ હર્ષા, નણંદ મનિષા અને નણંદ અંકિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. આથી, પતિ, સાસુ-સસરા અને બે નણંદોને આત્મહત્યાની દુષ્પ્રેરણા બાબતે કોર્ટે સજા ફટકારી હતી.

આત્મહત્યાના કેસમાં વધારો : ગુજરાતમાં સગીરા સાથે દુષ્કર્મ, દહેજ હત્યા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસોનો આંકડો માત્ર 2020 જ નહીં, પરંતુ 2019 કોવિડ પહેલાના આંકડાને પણ 2021 નો આંકડો વટાવી ગયો છે. NCRB ના ડેટા અનુસાર, 2020 ના આંકડા (295) ની સરખામણીએ 2021 માં આત્મહત્યાના કેસોમાં 30 ટકાનો (384) વધારો થયો છે. 2019ના આંકડા (225) ની સરખામણીમાં 2021 માં વધારો 70.5 ટકા છે.

ભારતમાં આત્મહત્યાના કેસ : NCRBના ડેટા અનુસાર, 2020માં દેશભરમાં 1.53 લાખ આત્મહત્યાના મોત નોંધાયા હતા. રિપોર્ટ દર્શાવે છે કે 2019માં આત્મહત્યાની સંખ્યા 1.39 લાખ હતી, 2018માં તે 1.34 લાખ હતી, 2017માં તે 1.29 લાખ હતી. તો બીજી તરફ, 2020 અને 2021 માં 1.50 લાખથી વધુ હતા. Suicide cases in India

NCRBમાં આત્મહત્યાના કારણો : NCRBએ 2021 માટેના તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે વ્યાવસાયિક અથવા કારકિર્દીની સમસ્યાઓ, એકલતાની લાગણી, દુર્વ્યવહાર, હિંસા, પારિવારિક સમસ્યાઓ, માનસિક વિકૃતિઓ, દારૂનું વ્યસન, આર્થિક નુકસાન આ બધા આત્મહત્યાના કારણો છે. NCRBએ કહ્યું કે તે આ ડેટા દેશભરમાં પોલીસ દ્વારા નોંધાયેલા આત્મહત્યાના કેસમાંથી મેળવે છે.

હેલ્પલાઈન નંબર : આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. આ સિવાય આસરા વેબસાઇટ અથવા તો વૈશ્વિક સ્તર પર બી ફ્રેન્ડર્સ વર્લ્ડવાઇડ પાસેથી પણ સહયોગ મેળવી શકો છો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.