અમદાવાદ : આ વર્ષે શક્તિના પર્વ નવરાત્રિમાં રાસગરબાના આયોજનો થવા જોઈએ કે નહીં તે સવાલ ચર્ચા અને વિવાદનો વિષય બની ગયો છે. જેમાં સરકારે શરતી મંજૂરી આપવાનો સંકેત સાપડયો હોવા છતાં કેટલાંક આયોજકોએ પહેલ કરીને કાર્યક્રમો મોકૂફ રાખવા તૈયારી દેખાડી દીધી છે.
આગામી 17 ઓક્ટોબરથી શરૂ થતા નવરાત્રિ મહોત્સવ દરમિયાન રાસ-ગરબાનું આયોજન કરવું કે કેમ? તે મુદ્દે અસમંજસ જેવો માહોલ છે. રાજ્ય સરકાર નવરાત્રિમાં છૂટછાટ આપવા વિચારી રહી છે. ત્યારે અનેક ગરબા આયોજકોએ જ આ વખતે સ્વેચ્છાએ મહોત્સવનું આયોજન પડતું રાખવાનું નક્કી કરી લીધું છે. તો બીજી તરફ અમદાવાદમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે અમદાવાદમાં ગરબાના આયોજન મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના મોટા આયોજકોએ નવરાત્રી આયોજન મોકૂફ રાખ્યું હોવાના અહેવાલ મળતા ખેલૈયાઓમાં થોડી નિરાશા સાંપડી છે. અમદાવાદના સૌથી મોટું ગરબાનું આયોજન કરતા આયોજકોમાં રાજપથ, કર્ણાવતી, શંકુ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે.