ETV Bharat / city

Drugs Addiction થી છૂટવા માગતાં યુવાનો માટે આ સ્થળ ખાસ, કેન્દ્ર સરકારની સહાયથી ચાલે છે પુનર્વસન કેન્દ્ર

કંઇક અલગ કરવાની થ્રિલ હોવાની ફિલ્મી દુનિયામાં રજૂ થતી કહાનીઓ, ટેન્શન હટાવવાની બહાનાબાજી કે રોમાંચ મેળવવા માટે, ડ્રગ્ઝ-કે એવા કોઇપણ નશાની લત ( Drugs Addiction ) જીવનનો રાહ એવો ખરાબે ચડાવી દે છે જેને પાછો ઠેકાણે લાવવા ખૂબ સઘન પ્રયાસ કરવા પડે છે. અમદાવાદના મિરઝાપુર સ્થિત નયા જીવન કેન્દ્રની ( National Drug Dependence Treatment Center for the youth who want to get rid of Drug Addiction ) મુલાકાત લો તો આવા અસંખ્ય કિસ્સા જાણવા મળી શકે છે.આ કેન્દ્રમાં વર્ષે 200 બંધાણીઓની સારવાર ( drug addiction treatment ) નિઃશુલ્ક કરવામાં આવે છે.

Drugs Addiction થી છૂટવા માગતાં યુવાનો માટે આ સ્થળ ખાસ, કેન્દ્ર સરકારની સહાયથી ચાલે છે પુનર્વસન કેન્દ્ર
Drugs Addiction થી છૂટવા માગતાં યુવાનો માટે આ સ્થળ ખાસ, કેન્દ્ર સરકારની સહાયથી ચાલે છે પુનર્વસન કેન્દ્ર
author img

By

Published : Nov 12, 2021, 8:23 PM IST

  • ડ્રગ્સની લતથી છૂટકારો મેળવવા માટે બંધાણીઓ કરે છે અનેક પ્રયાસ
  • કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે રીહેબિલિટેશન સેન્ટર
  • વર્ષમાં 200 જેટલા લોકો ડ્રગ્સનો નશો છોડવા આવે છે

અમદાવાદ : સમગ્ર રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ ( Drugs Addiction ) ખૂબ જ વધુ પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે ત્યારે ડ્રગ્સના વપરાશકારોની ઉંમરની વાત કરવામાં આવે તો 21 વર્ષથી 35 વર્ષના યુવાનો સૌથી વધુ ડ્રગ્સ લેતાં હોય તેવું રિસર્ચમાં સામે આવ્યું છે. અમદાવાદમાં મિરઝાપુર ખાતે આવેલ નયા જીવન નામનું વ્યસન મુક્તિ કેન્દ્ર ( National Drug Dependence Treatment Center for the youth who want to get rid of Drug Addiction ) કે જે કેન્દ્ર સરકારના બજેટમાંથી કાર્યરત કરવામાં આવેલું છે, તેમાંં દર વર્ષે 200 જેટલા યુવાનો અને મોટી વયના ઉંમરના વ્યક્તિઓ નશાને હમેંશા માટે BYE BYE કરવા માટે એડમિશન લે છે.

કઈ રીતે કાર્ય કરે છે ટ્રસ્ટ

ટ્રસ્ટની કામગીરીની વાત કરવામાં આવે તો ટ્રસ્ટના આગેવાન એવા અલ્પાબેન વ્યાસે etv ભારત સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે નયા જીવન સારવાર કેન્દ્રમાં અનેક યુવાનો એવા આવે છે કે જેઓને( Drug Addiction ) દૂષણનું ભાન થતા અહીંયા આવે છે અને ડ્રગ્સના નશાથી મુક્ત કરાવે તેવી આજીજી કરે છે. મહત્વની વાત કરવામાં આવે તો 21 થી 28 દિવસ સુધી અહીં સેન્ટર પર જ તે વ્યક્તિને રાખવામાં આવે છે અને તમામ ખર્ચ ટ્રસ્ટ દ્વારા જ ઉપાડવામાં આવે છે.

ડિસ્ચાર્જ કર્યા બાદ પણ કરવામાં આવે છે કાઉન્સિલિંગ

અલ્પાબેન વ્યાસે etv ભારત સાથે સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ડ્રગની લત છોડાવવા ( National Drug Dependence Treatment Center for the youth who want to get rid of Drug Addiction ) આવેલા વ્યક્તિના પરિવારજનો સાથે પણ સંપર્કમાં ટ્રસ્ટ રહે છે. જે દિવસથી તેમને ડિસ્ચાર્જ આપી દેવામાં આવે ત્યારથી તેમના પરિવાર સાથે પણ સંપર્કમાં સતત રહેવામાં આવે છે. જો વ્યક્તિ અમુક મહિનાઓ કે દિવસો બાદ ફરીથી નશાના રવાડે ચઢે છે તો તેમના પરિવારજનો સામેથી અમને સંપર્ક કરે છે અને અમે ફરીથી તેઓને કાઉન્સેલિંગ કરીને ડ્રગ્સના નશા અને અન્ય નશાઓમાંથી મુક્તિ અપાવીએ છીએ.

અમદાવાદના મિરઝાપુર સ્થિત નયા જીવન કેન્દ્ર પર વર્ષે 200 લોકોની સારવાર થાય છે

કેવા કેસો આવે છે

કેસની વાત કરવામાં આવે તો સૌથી વધુ ચરસ-ગાંજા દારૂ, હેરોઈન અને એમડી ડ્રગ્સના બંધાણીઓ હોય છે. અહીં જે પણ લોકો આવે છે તે સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે. પરંતુ એક વખત નશાની લત લાગ્યા બાદ કોઈ પણ મોંઘુ ડ્રગ્સ એમને સસ્તું લાગે છે અને ગમે તેમ કરીને ડ્રગ્સ મેળવીને નશો કરતા હોવાના પરિણામો પણ સામે આવ્યા છે.

ખાનગી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ 20000થી શરૂ

કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ વિભાગ (Department of Social Justice, Ministry of Central Government) તરફથી આ ટ્રસ્ટ ચલાવવામાં આવી રહ્યું છે. તમામ સારવાર અને મેડિટેશનનો ખર્ચ છે તે ફ્રી કરવામાં આવે છે. પરંતુ ખાનગી હોસ્પિટલમાં સારવારની વાત કરવામાં આવે તો આ જ પ્રક્રિયા ખાનગી હોસ્પિટલમાં 20000 રૂપિયાથી શરૂ થાય છે. અમદાવાદમાં મિરઝાપુર ખાતે આવેલ નયા જીવન સારવાર કેન્દ્રમાં દર વર્ષે 200થી વધુ યુવાનો અને એવા વ્યક્તિઓ કે જે નશાની ચુંગાલમાં ફસાઇ ગયા હોય છે તેઓ નશો છોડીને નવું જીવન પ્રાપ્ત કરે છે.

આ પણ વાંચોઃ ધોરણ 10 સુધી ભણનાર યુવાને Synthetic drugs બનાવવા આખી લેબોરેટરી ઊભી કરી નાખી

આ પણ વાંચોઃ ડ્રગ્સનું દુષણ: પત્ની અને બાળકોએ છોડી દીધો સાથ, 10 વર્ષ સુધી અમદાવાદના રસ્તાઓ પર ગુજારી જિંદગી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.