- અમદાવાદમાં રહસ્યમય પથ્થર ફક્ત એક અફવા
- કોઈ કલાકાર દ્વારા બનાવેલી કલાકૃતિ સિવાય બીજું કંઈ નથી
- લોકોને અફવાઓ પર ધ્યાન ન દેવા અપીલ
- ગાર્ડનની સંભાળ લેતી કંપની દ્વારા મુકવામાં આવ્યું
અમદાવાદ: કાલ સાંજથી શહેર થલતેજ પાસેના એક ગાર્ડનમાં એક સ્ટ્રકચર જોવામાં આવ્યું છે. ત્યારબાદ આ સ્ટ્રચર ઘણાં બધાં લોકો માટે કુતુહલનું કેન્દ્ર બની ગયું છે. લોકો તેને મોનોલીથ પથ્થર માનવા લાગ્યા હતા. અને અનેક અફવાઓ ફેલાયી ગઈ હતી. આ શીટ મેટલ સ્ટ્રક્ચર્સ વિશ્વભરમાં રહસ્યમય રૂપે દેખાઈ આવે અને અદૃશ્ય થઈ જાય છે. વિશ્વમાં રહસ્યમય મોનોલિથે ફરી એકવાર ભૂમિ ફેર કર્યો છે, આ વખતે શહેરના નેચર પાર્કમાં તેનું વિશ્રામ સ્થાન શોધ્યું છે. આવી અફવાઓ ફેલાઈ હતી.
રહસ્યમય પથ્થર ફક્ત એક અફવા
અમદાવાદના મીડિયા દ્વારા પણ નોંધ લેવામાં આવી છે, લોકો દૂર દૂરથી આ પથ્થરને જોવા અને તેની સાથે સેલ્ફી લેવા માટે પહોંચ્યા હતા. બીજી અફવાએ પણ ફેલાઈ કે આ પથ્થર એલિયન દ્વારા અહીં લાવવામાં આવ્યો છે. પરંતુ અમારી ખાસ તપાસ દ્વારા જાણવા મળ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા આ ગાર્ડનની સંભાળ એક પ્રાઇવેટ કંપની દ્વારા કરવામાં આવે છે. આ કંપની પોતાની દરેક સાઇટ પર કંઈક નવીન મૂર્તિઓ અને સ્ટ્રકચર મુકવા માટે પ્રખ્યાત છે.
ખાનગી કંપની દ્વારા મૂકવામાં આવ્યુ સ્ટ્રકચર
આ ખાનગી કંપની દ્વારા 28 ડિસેમ્બરે સિમ્ફી ગાર્ડનમાં સ્ટ્રકચર મુકવામાં આવ્યું હતું. પરંતુ લોકોને કંઈક નવું જોવા મળ્યું હોવાથી અફવાનો દોર શરૂ થયો હતો. આ ફક્ત એક સ્ટેનલેસ સ્ટીલથી બનાવવામાં આવેલી પ્રતિકૃતિ છે. કોઈ કલાકાર દ્વારા બનાવવામાં આવેલી એક અદભુત કલાકૃતિ સિવાય આ કંઈ જ નથી.