ETV Bharat / city

અમદાવાદમાં મોબાઈલ-પર્સની લૂંટ કરવા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા...

author img

By

Published : Jul 12, 2020, 9:06 AM IST

શહેરના ઘોડાસર વિસ્તારમાં નિર્દોષ યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોબાઇલ અને પર્સની લૂંટ કરી ચારથી પાંચ શખ્સો ફરાર થઇ ગયા હતા. જો કે, સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Murder of a young man
યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
  • ઘરેથી 'થોડીવારમાં આવું છું', કહીને નિકળેલા યુવકની હત્યા
  • મોબાઈલ-પર્સ જેવી વસ્તુઓ માટે યુવકની હત્યા

અમદાવાદઃ શહેરના ઘોડાસર વિસ્તારમાં કામ પતાવીને થોડીવારમાં પાછો આવું છું. કહીને ઘરેથી નીકળેલા ઉમંગ દરજીની હવે તેનો પરિવાર કાયમ માટે રાહ જોતો રહી ગયો છે. ઉમંગના પરિવારને ક્યારેય અંદાજો નહીં હોય કે તેમનો દિકરો પરત નહીં ફરે. ઘરેથી નીકળ્યા બાદ ખોખરા ગુરુજી બ્રિજ પર ઉમંગ દરજી ઉભો હતો. તે દરમિયાન મોબાઇલ અને પર્સની લૂંટના ઈરાદે આવેલા કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોબાઈલ અને પર્સ લઈને ફરાર થઈ ગયા હતાં.

બ્રિજ પર લોહીથી લથબથ હાલતમાં પડેલા ઉમંગ પાસેથી એક રાહદારીએ તેના પિતાનો મોબાઇલ નંબર લઈને સમગ્ર ઘટનાની જાણ કરી હતી, ત્યારબાદ પિતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવી યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઇજાગ્રસ્ત ઉમંગે પરિવારને કહ્યું કે, મારો મોબાઈલ અને પર્સ લૂંટી શખ્સો ફરાર થઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.

મૃતક ઉમંગ દરજી કોમ્પ્યુટર રિપેરીંગનું કામકાજ કરતો હતો, ત્યારે તેના પિતા દરજી કામ કરે છે. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે લૂંટ અને હત્યાનો ગુનો દાખલ કરીને આરોપી સુધી પહોંચવા માટેના તમામ પ્રયત્નો શરૂ કરવામાં આવી છે, પરંતુ આરોપી હજુ સુધી પોલીસના હાથે લાગ્યા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.