ETV Bharat / city

Murder Case In Dhandhuka: ધંધુકામાં યુવકની ફાયરિંગ કરી હત્યા મામલે અજંપા ભરી સ્થિતિ

ધંધુકામાં મંગળવારે કિશન નામનો યુવક તેના ઘર પાસે જતો હતો ત્યારે 2 અજાણ્યા લોકોએ આવીને તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું (Murder Case In Dhandhuka) હતું, જેમાં તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો, ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Murder Case In Dhandhuka: ધંધુકામાં યુવકની ફાયરિંગ કરી હત્યા મામલે અજંપા ભરી સ્થિતિ
Murder Case In Dhandhuka: ધંધુકામાં યુવકની ફાયરિંગ કરી હત્યા મામલે અજંપા ભરી સ્થિતિ
author img

By

Published : Jan 27, 2022, 11:00 PM IST

Updated : Jan 28, 2022, 1:00 PM IST

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના (Murder Case In Dhandhuka) સામે આવી છે. ઘટનાને પગલે પોલીસે તપાસ કરતાં મૃતકે થોડા સમય પહેલા ધાર્મિક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયા પર કરતા મામલો ગરમાયો હતો અને જેની પોલીસ કાર્યવાહી થઈ હતી અને સમાધાન પણ થયું હતું. આ ઘટનાને પગલે જ હત્યા થઈ હોવાનું પોલીસ માની રહી છે.

ધંધુકામાં યુવકની ફાયરિંગ કરી હત્યા મામલે અજંપા ભરી સ્થિતિ

પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી

ધંધુકામાં મંગળવારે કિશન નામનો યુવક જૂના ઘર પાસે જતો હતો ત્યારે બે અજાણ્યા લોકોએ આવીને તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં કિશન સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો. ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ મામલે હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, અમદાવાદના ધંધુકા ખાતેના કિશન ભરવાડના કેસ અંતર્ગત બે શંકાસ્પદ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે.

આ પણ વાંચો: Crime Case In Morbi : મોરબીમાં અકસ્માતમાં બેના મૃત્યુ, વૃદ્ધની લૂંટના ઈરાદે હત્યા કરાઈ

સમગ્ર ગામમાં હાલ ભરેલા અગ્ની જેવો માહોલ

ધંધુકામાં માલધારી યુવકની હત્યાના મામલે સમગ્ર ગામમાં હાલ ભરેલા અગ્ની જેવો માહોલ થઈ જવા પામ્યો છે, ત્યારે વિશ્વ હિંદૂ પરિષદ દ્વારા બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથી જ ધંધુકા સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને લઈને જિલ્લાનું પોલીસતંત્ર હરકતમાં આવી ગયું હતું અને ધંધુકામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ આ ઘટના બાદ ધંધુકા ધંધુકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે, તેમની જગ્યાએ સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા હતાં.

કિશને ધર્મ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી

આ ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે, થોડા દિવસ પહેલા કિશને એક ધર્મ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી. જેની અદાવત રાખી કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે, કારણ કે કિશન સામે જે તે સમયે પોલીસ કાર્યવાહી પણ કરાઈ હતી અને બાદમાં કેટલાક લોકો તેનાથી રોષે ભરાયા હતા પણ કિશન ત્યારથી જ તેના ઘરે હતો અને ગઈકાલે ઘરેથી નીકળ્યો ત્યારે મોકાનો લાભ લઇ તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ માની રહી છે, તો બીજી તરફ હાલ અમદાવાદ ગ્રામ્ય રેન્જ IG, SP, 2 DYSP, 5થી વધુ PI, સાતેક PSI તથા અડધા જિલ્લાની પોલીસ ખડકી દેવાઈ છે. તપાસ SOGને સોપાતા SLCB, SOG પણ તપાસમાં જોતરાઈ છે.

આ પણ વાંચો: Murder Case In Ahmedabad : વટવામાં પતિએ પત્નીને બ્લેડ મારી કરી હત્યા

મૃતકના પરિવારજનો સહિત સમાજના લોકો રોષે ભરાયા

મૃતકની હત્યાને પગલે મામલો ઉગ્ર બન્યો હતો. મૃતકના પરિવારજનો સહિત સમાજના લોકો રોષે ભરાયા અને પોલીસે આગેવાનોની મદદ લઇ મામલો થાળે પાડ્યો હતો. સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે બેઠક થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો અને હવે પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમવિધિ કરવાનું પોલીસે આયોજન કર્યું, તો બીજી તરફ મૃતકની હત્યા પાછળ સોશ્યલ મીડિયાની પોસ્ટ હતી કે અન્ય કોઈ કારણે તે આરોપીઓ ઝડપાયા બાદ સામે આવશે. હાલ તો શકમંદોની અટકાયત કરી પોલીસ ઊંડાણપૂર્વક તપાસના કામે લાગી ગઈ છે.

Last Updated : Jan 28, 2022, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.