ચોમાસાની શરૂઆતની સાથે સાથે શહેરમાં રોગચાળાએ નાગરિકોને પોતાના ભરડામાં લીધા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય ખાતુ અવારનવાર જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવે છે, ત્યારે રોગચાળો વધારે ન ફેલાય તે માટે શાળા તથા દવાખાનામાં પણ લોકોને જાગૃત કરાઈ રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રતિવર્ષ મલેરિયાથી બચાવતા કરે છે, દવાનો છંટકાવ કરે છે અને લોકોની જાગૃત કરે છે. અમદાવાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગંદકી અને ગટરના પાણીથી મચ્છરોનો ત્રાસ છે, જેના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી ગઈ છે. આટલા મોટા પાયે રોગચાળો ફાટી નીકળતા હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે જગ્યા રહી નથી. ઘણા લોકો જમીન પર હોસ્પિટલની બહાર બેસીને પોતાની નંબરની રાહ જોતા હોય છે અને વરસાદી પાણી બાદ ગંદકી એટલી હદ સુધી વધી ગઈ છે કે મચ્છરોના કારણે રોગચાળો ફેલાયો છે.
જ્યાં પણ ગંદુ પાણી દેખાય તેના નિકાલની વ્યવસ્થા કરવાની જવાબદારી સ્થાનિક લોકોની છે, તેમજ શાળાઓમાં પણ બાળકોને પિક્ચરના માધ્યમથી બતાવવામાં આવી રહ્યું છે કે મલેરિયા અને ડેન્ગ્યુના મચ્છરો કેવા પ્રકારના હોય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ.