ETV Bharat / state

સુરતમાં 80 લાખની છેતરપિંડીનો આરોપી રાજસ્થાનમાં છુપાયો, ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી લીધો

સુરતના સરથાણામાં રુ. 80.94 લાખની છેતરપિંડીના મામલે ક્રાઇમ બ્રાંચે આરોપી નરેશ નાગરમલ સૈની નામના આરોપીને ઝડપી લીધો હતો.

સુરતમાં લાખોની છેતરપિંડીનો આરોપી રાજસ્થાનમાં છુપાયો, ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી લીધો
સુરતમાં લાખોની છેતરપિંડીનો આરોપી રાજસ્થાનમાં છુપાયો, ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી લીધો (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 18 hours ago

સુરત: આજના આધુનિક યુગમાં ક્રાઇમની ઘટનામાં ઘણો વધારો જોવા મળે છે. ત્યારે છેતરપિંડી કરીને આરોપીઓ મોટા મોટા ગુન્હાઓ આચરતા હોય છે. ત્યારે ગુનેગારો લોકોને ઠગીને તેમની મહેનતની કમાણીને છીનવી લેતા હોય છે. ત્યારે સુરતમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે. સુરતના સરથાણામાં રુ. 80.94 લાખની છેતરપિંડીના મામલે ક્રાઇમ બ્રાંચે આરોપી નરેશ નાગરમલ સૈની નામના આરોપીને ઝડપી લીધો હતો.

છેતરપિંડીનો આરોપી રાજસ્થાનમાં ઝડપાયો: સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણામાં રૂ. 80.94 લાખની છેતરપિંડીના મામલે ક્રાઇમ બ્રાંચે આરોપી નરેશ નાગરમલ સૈનીને રાજસ્થાન નવલગઢ ખાતેથી ઝડપી પાડ્યો છે. આ બાબતે ક્રાઇમ બ્રાંચના પી.આઈ કે.આઈ. મોદીએ જણાવ્યું કે, સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની સૂચના અનુસાર સુરતમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનામાં નાસતા આરોપીઓને ઝડપી પાડવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.

સુરતમાં લાખોની છેતરપિંડીનો આરોપી રાજસ્થાનમાં છુપાયો, ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી લીધો (Etv Bharat gujarat)

વોચ ગોઠવી પોલીસે આરોપીને પકડ્યો: આ અંગે પોલીસની ટીમને બાતમી મળી હતી કે, 2 વર્ષ પહેલાં સરથાણા પોલીસ સ્ટેશનમાં 80.94 લાખની છેતરપિંડીના મામલે આરોપી રાજસ્થાનના નવલગઢ ખાતે છે અને ત્યાં રહીને છૂટક મજૂરીનું કામ કરતો હતો. જેને લઇને પોલીસની ટીમ બાતમીના આધારે એક ટીમ રાજસ્થાન રવાના થઇ. ત્યાં વોચ ગોઠવીને આરોપી નરેશ નાગરમલ સૈનીને ઝડપી લીધો હતો.

શું છે સમગ્ર ઘટના: છેતરપિંડીની ઘટના અંગે મળતી માહિતી મુજબ વર્ષ 2022માં આરોપી સરથાણામાં ગોડાઉન ભાડે રાખીને પ્લાસ્ટીક રો-મટીરીયલ્સનો વેપાર કરતો હતો. જેને ભોગ બનનારને લોભામણી લાલચ આપીને માલની ખરીદી કરીને રુપિયા ચૂકવી આપ્યા હતા. આ રીતે આરોપીએ તેની પાસે 5 થી 6 વાર માલ ખરીદીને પૈસા ચૂકવ્યા. જેથી ભોગ બનનારને આરોપી ઉપર વિશ્વાસ બેસી ગયો હતો. ત્યાર બાદ આરોપીએ તેની પાસેથી રુ. 80.94 લાખનો માલ ખરીદ્યો હતો. પરંતુ સમયસર તેની ચૂકવણી કરી નહી અને પોતાનું ગોડાઉન બંધ કરીને આરોપી ફરાર થઇ ગયો.

આરોપી 2 વર્ષથી ભાગતો હતો: આ ઘટના પછી ભોગ બનનાર વ્યક્તિએ આરોપી સામે સરથાણા પોલીસ મથકમાં 80.94 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો. જે મામલે આરોપી પોલીસથી બચવા માટે 2 વર્ષથી નાસતો ફરતો હતો. હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાંચે આરોપીને સરથાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. લાલચી ભાઇએ બહેનના ઘરમાં કર્યો હાથફેરો! પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો
  2. રાજકોટના કોઠારિયા મેઈન રોડ પર નજીવી બાબતે યુવકની હત્યા કરનાર ઝડપાયો, આરોપી વિરુદ્ધ 15 ગુના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.