- ચૂંટણી પહેલા અંતિમ મતદારયાદી પ્રસિદ્ધ
- અમદાવાદમા કુલ 46,24,592૨ મતદારો
- અમદાવાદમાં 7,33,511 મતદારો વધ્યા
અમદાવાદઃ મહાનગરપાલિકાઓની ચૂંટણી અંગે જાહેરાત થઈ ગઈ છે, ત્યારે અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનમાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે. જેની મતદારયાદી પ્રસિદ્ધ થઈ છે. જેમાં કોટન 24,14,483 પુરુષ મતદારો અને 22,09,942 મહિલા મતદારો સાથે થર્ડ જેન્ડર મતદારો મળીને કુલ 46,24,592 મતદારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકશે.
કુલ મતદારની સંખ્યા 46,24,592
ગત ટર્મ કરતાં 7 લાખ વધુ મતદારો આ ટર્મમાં નોંધાયા છે. ગત 2015ની ચૂંટણીમાં 20,42,587 પુરુષો અને 18,48,494 મહિલાઓ સાથે કુલ મતદારોની સંખ્યા 38,910,81 હતી. જે વધીને 46,24,592 થઈ છે.
કયા ઝોનમાં કેટલા મતદારો ?
ઝોન | પુરુષ | સ્ત્રી | થર્ડ જેન્ડર | કુલ |
મધ્ય ઝોન | 2,89,749 | 2,72,633 | 11 | 5,63,394 |
પૂર્વ ઝોન | 4,25,974 | 3,67,663 | 23 | 7,93,660 |
ઉત્તર-પશ્ચિમ | 2,37,928 | 2,22,459 | 08 | 4,60,395 |
દક્ષિણ-પશ્ચિમ | 1,89,588 | 1,79,648 | 18 | 3,69,250 |
ઉત્તર ઝોન | 4,25,233 | 3,79,622 | 53 | 8,04,908 |
દક્ષિણ ઝોન | 4,11,247 | 3,73,490 | 33 | 7,84,770 |
પશ્ચિમ ઝોન | 4,34,764 | 4,13,430 | 21 | 8,48,215 |