ETV Bharat / city

નવજાત બની રહ્યાં છે કોરોનાનો કોળિયો - કોવિડ - 19

રાજ્યમાં કોરોનાની બીજી લહેર વધારે ખતરનાક બની રહી છે. દિવસેને દિવસે મૃત્યુઆંક વધી રહ્યો છે. ત્યારે હવે કોરોનોની આ ઝાળ બાળકો સુધી પહોંચી છે.

નવજાત બની રહ્યાં છે કોરોનાનો કોળિયો
નવજાત બની રહ્યાં છે કોરોનાનો કોળિયો
author img

By

Published : Apr 16, 2021, 3:09 PM IST

  • કોરોનાના આંચ હવે બાળકો સુધી પહોંચી
  • રાજ્યમાં સામે આવી રહ્યાં છે બાળકોના મૃત્યુના કિસ્સા
  • બાળકોને બચાવવા થઇ રહ્યાં છે તમામ પ્રયત્ન

ન્યૂઝ ડેસ્ક: કોરોના કાળ બનીને રાજ્યમાં તાંડવ કરી રહ્યો છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. ગુરુવારે રાજ્યમાં 8,152 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે જ્યારે 81 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની આ ઝાળ હવે બાળકો સુધી પણ પહોંચી છે. રાજ્યમાં હવે એવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે જેમાં નવજાતના કોરાનાના કારણે મૃત્યુ થઇ રહ્યાં છે

તમામ પ્રયત્ન છતાં બાળકીનું મૃત્યુ

સુરતમાં જ બે કિસ્સા સામે આવ્યા છે જેમાં 14 દિવસના બે બાળકો કોરોના સામે ઝઝૂમ્યા પણ આખરે હારી ગયા. સુરતના વરાછા વિસ્તારની ડાયમંડ ડોસ્પિટલમાં 14 દિવસની દિકરીનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. નવજાતની માતાને કોરોના થયો હતો, જેના કારણે 5 દિવસની બાળકી કોરોના સંક્રમિત બની હતી. બાળકીને બચાવવાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતાં. નોન-કોવિડ હોસ્પિટલમાં બાળકી માટે ખાસ વ્યવસ્થા કરીને વેન્ટિલેટરની પર રાખવામાં આવી. કોરોના સામે બાળકી જંગ હારી ન જાય તે માટે તેને રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યું. પ્લાઝમાની જરૂર લાગી, તો પૂર્વ મેયર જગદીશ પટેલે પ્લાઝમા ડોનેટ કરીને આ બાળકીને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ કદાચ નસીબને પણ આ મંજૂર નહીં હોય તેમ બાળકી કોરાના સામે જંગ હારી ગઇ. બાળકીના મૃત્યુથી પરિજનોને આંચકો લાગ્યો જેના ભવિષ્યના અનેક સપના માતાપિતાએ જોયા હતા આ સપના કોરોનાએ છીનવી લીધા. આ એ સ્થિતિ હતી કે જ્યાં માતા પિતા સાથે ડૉક્ટર અને નર્સની આંખો પણ ભીંજાઇ ગઇ હતી.

વધુ વાંચો: મહીસાગરમાં અત્યાર સુધી 2.33 લાખ લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું

ખેડૂત પરિવારની બાળકી ગુમાવ્યો જીવ

અન્ય એક કિસ્સામાં 3 દિવસના નવજાતને કોરોના થયો હતો અને 14માં દિવસે બાળકીનું મૃત્યુ થયું હતું. ખેડૂત પરીવારની દીકરીની જન્મના ત્રીજે દિવસે તબિયત ખરાબ થતાં વ્યારાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં માતા-પિતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો પણ બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સુરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં 11 દિવસ બાદ બાળકીનું મૃત્યુ થતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ બાળકીના મૃત્યુ અંગે સુરત સિવિલના ડૉક્ટરે જણાવ્યું હતું કે બાળકનું વજન 2 કિલો અને 800 ગ્રામ હતું. તેને તાવ આવતો હતો, જુદા જુદા ઇન્ફેક્શન પણ હતાં અને બાદમાં બાળકીને કોરોના થયો હતો. તેના મૃત્યુનું કારણ સેપ્ટિસીમીયા હોઇ શકે છે.

વધુ વાંચો: નાસિકમાં કોરોનાથી એક જ પરિવારના 5 સભ્યોનું મોત

રોજના 5થી વધારે કેસ આવે છે સામે

વડોદરાની કોરોનાની સ્થિતિની વાત કરીએ તો સયાજી હૉસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના ડૉક્ટરે જણાવ્યું હતું કે અહીંયા દિવસના 5થી વધુ બાળકો કોરોના પોઝિટિવ આવે છે. જેના કારણે બાળકો માટે નવું કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું છે. જેમાં અત્યારે એક જોડિયા બાળકો કે જેમની સ્થિતિ ક્રિટીકલ છે તે અને અન્ય એક એમ કુલ 3 બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે અન્ય બાળકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.