- ઉનાળાની શરૂઆત થઈ ગરમી થી ત્રસ્ત
- આગામી 5 દિવસ હિટવેવ ની શક્યતા
- સૌરાષ્ટ્ર કચ્છ સહિત હિટવેવની આગાહી
અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ઉનાળાની શરૂઆત થતા જ શહેરીજનો ગરમીથી ત્રસ્ત થઈ રહ્યા છે. કારણ કે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં હિટવેવ રહેશે. આગામી દિવસોમાં ગરમીથી થતા રોગનો સામનો પણ અમદાવાદીઓએ કરવો પડી શકે છે.
આ પણ વાંચો: કચ્છ જિલ્લામાં ઉનાળાની શરૂઆત, અઠવાડિયા સુધી ગરમીમાં કોઈ જ રાહત નહીં: હવામાન વિભાગ
અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો ચમકારો રહેશે
હિટવેવની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ત્યારે આગામી 2 દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ ગરમીનું જોર વધી શકે છે. રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યના 11 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છ સહિત અનેક શહેરોમાં હિટવેવની શક્યતા છે.
આ પણ વાંચો: ઉનાળો શરૂ થતાં જ બજારમાં થયું તાડફળીનું આગમન, જાણો ખાસિયત
આ વર્ષે ઉનાળો રહેશે આકરો, જાણો શા માટે?
ગુજરાત રાજ્યમાં સામાન્ય તાપમાનની જો વાત કરીએ તો, કચ્છના ભુજ વિસ્તારમાં સૌથી વધારે ગરમીની અસર માર્ચ મહિનાની શરૂઆતથી જ જોવા મળી રહી છે. 38.7 ડિગ્રી તાપમાન સાથે ભુજ સૌથી ગરમ શહેર કહી શકાય તેમ છે. ત્યારબાદ મહુવામાં 38.4, ડીસામાં 38.2, અમરેલીમાં 38.2, સુરેન્દ્રનગરમાં 38, અમદાવાદમાં 36.5, ગાંધીનગરમાં 36.8, રાજકોટમાં 37.7, વડોદરામાં 37 અને સુરતમાં 36.8 ડિગ્રી તાપમાન માર્ચ મહિનો શરૂ થતા નોંધાઈ ચૂક્યું છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તો કોઈ જ નવાઈ નહીં. સામાન્ય રીતે દર વર્ષે ઉનાળાની ઋતુમાં મે મહિનામાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર થતું હોય છે, પરંતુ અલ નીનોની અસરથી આ વર્ષે એકથી 2 ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતાઓ છે.