અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં (Sarkhej area of Ahmedabad) રહેતી પરિણીતાએ પતિ, દિયર સહિત સાસરિયાઓ સામે માનસિક શારીરિક ત્રાસની ફરિયાદ નોધાવી છે. એટલુ જ નહીં પરિણીતાના આરોપ મુજબ દિયરે તેની સાથે જબરદસ્તી કરી હતી. પરિણીતાના પતિ કામ માટે બહાર ગયા હતા. ત્યારે તેની દીકરી મકાનની બહાર રમવા ગઈ હતી. તેને લઈને આવી ત્યારે દિયરે પાછળથી આવી આ યુવતીને બાથ ભીડી (Brother in law molested his brother wife) અને બાદમાં યુવતીએ ધક્કો મારી મુક્ત થવાનો પ્રયત્ન કરતા દિયરે બેડ પર પાડી દઈ જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો.
દીકરો નથી થતો અભાગણી છે જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના સરખેજ વિસ્તારમાં રહેતી એક યુવતીના પાંચેક વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસુ, નણંદ, દિયર અને પતિ પાસે આ યુવતી રહેવા ગઈ હતી. યુવતીને લગ્ન જીવન દરમિયાન બે દીકરીઓનો જન્મ થયો હતો. જેથી તેની સાસુ તેને દીકરો નથી થતો અભાગણી છે તેમ કહી ત્રાસ આપવા લાગી હતી. એટલું જ નહીં, યુવતીનો પતિ પણ તેને માનસિક અને શારીરિક ત્રાસ (Mental and physical torture) આપવા લાગ્યો હતો.
દિયરે કર્યો જબરદસ્તી કરવાનો પ્રયાસ વધુમાં યુવતીએ આરોપ લગાવ્યો હતો કે, તે જ્યારે ઘરે હાજર હતી. ત્યારે તેની નાની દિકરી બહાર રમવા ગઈ હતી. તેનો પતિ કામથી બહાર ગયો હતો. અચાનક દીકરીનો રડવાનો અવાજ આવતા યુવતી તેને લેવા ગઈ હતી. દીકરીને લઈને યુવતી ઘરમાં આવતી હતી. ત્યાં જ તેનો દિયર પાછળથી આવ્યો અને યુવતીને બાથ ભરી લીધી હતી. યુવતીએ પોતાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે જ તેના દિયરે તેને ધક્કો મારી બેડ પર પાડી દીધી હતી. જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો.