અમદાવાદઃ કોરોના વાઇરસની દહેશત વચ્ચે પણ લોકોની સેવામાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ દિવસ-રાત ખડેપગે રહે છે, ત્યારે તેમની સલામતી માટે અમદાવાદ કમિશનર કચેરીમાં કામ કરનારા પોલીસકર્મીઓ તથા અધિકારીઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
લોકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ જવાનો હંમેશા તમામ પરિસ્થિતિમાં હાજર રહે છે, ત્યારે પોલીસની સલામતી માટે એક સંસ્થા દ્વારા માસ્ક પહેરાવવામાં આવ્યાં હતાં.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીમાં કામ કરનારા મહિલા તથા પુરૂષોને નમસ્તે કરીને માસ્ક આપવામાં આવ્યાં હતાં અને તેમને પોતાની કાળજી રાખવા જણાવવામાં આવ્યું હતું.