અમદાવાદ વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક (Gujarat Assembly Election 2022) આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો સજ્જ થઈ ગયા છે, ત્યારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન તેમજ શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે આવ્યા છે. મનીષ સિસોદિયા અમદાવાદમાં ગાંધી આશ્રમ મુલાકાત લઈને બસ હવે પરિવર્તન જોઈએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સવારે 10:30 વાગ્યે તેઓ સાબરમતી આશ્રમથી આ યાત્રાની શરૂઆત કરાવી છે. આ યાત્રા ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છ દિવસ સુધી ચાલશે.
ગાંધી આશ્રમમાં મનીષ સિસોદિયા દિલ્હીના મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આજે સાબરમતી ગાંધી આશ્રમથી યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સૌથી પહેલા તેઓ ગાંધી આશ્રમ પહોંચીને તેમને હૃદયકુંજમાં ગાંધીજીના ફોટાને સુતરની આંટી પહેરાવી હતી. ત્યારબાદ હૃદયકુંજની મુલાકાત લઈ રેટીયો પણ કાત્યો હતો. આ ઉપરાંત તેમને બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ગાંધી આશ્રમમાં આવેલા મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. (Manish Sisodia parivartan yatra in Gujarat)
ગાંધી આશ્રમની મુલાકાત પર શું કહ્યું મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ગાંધીજીને નજીકથી જાણવાનું મને અવસર મળ્યો. જ્યારે પણ અહીં આવું છું ત્યારે હું મારું સૌભાગ્ય માનું છું. અહીં આવીને સમાજ માટે આપણને ઈમાનદારીથી મહેનતથી કામ કરવા માટેની પ્રેરણા મળે છે. જો બદલાવ લાવવો હોય તો ત્યાગ અને બલિદાન જરૂરી છે. ગાંધી આશ્રમની મુલાકાતમાં બાપુનો કસ્તુરબાનો અને જે મ્યુઝિયમ છે. તે જોયું જ્યાં ગાંધીજીનું પૂરું જીવન દર્શાવવામાં આવ્યું છે. મને એવું લાગ્યું કે બધી જગ્યાએ ગાંધીજીની પ્રેરણા મળે છે. આજે દેશમાંથી ભેદભાવ, શિક્ષણ, આરોગ્ય, રોજગારી માટે હજુ પણ ઘણું કરવાનું છે. (aap parivartan yatra in Gujarat)
પરિવર્તન યાત્રાનો પ્રારંભ વધુમાં જણાવ્યું હતું કે, મને એવું લાગે છે કે બધા લોકોએ આશ્રમની મુલાકાત લેવી જોઈએ. ખાસ કરીને જે લોકો રાજનીતિમાં છે એ લોકોએ અહીંથી પ્રેરણા લઈને જવું જોઈએ. ગુજરાત હવે પરિવર્તન માંગી રહ્યું છે, ત્યારે એ પરિવર્તનને કઈ દિશામાં લઈ જવું એ પ્રેરણા લેવા માટે હું આજે બાપુના સાંનિધ્યમાં આવ્યો હતો. બાપુના આર્શીવાદ લીધા અને ત્યારબાદ હવે આજથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. Manish Sisodia Gujarat visit, Gandhi Ashram started parivartan yatra