ETV Bharat / city

પોસ્ટર વોર : મોદી-શાહના ગઢમાં મમતા દીદીના લાગ્યા પોસ્ટર , અમદાવાદ મનપાએ ઉતરાવ્યા - Congress

પશ્ચિમ બંગાળના વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે મુખ્યપ્રધાન મમતા બેનર્જીની નજર બીજા અન્ય રાજ્યો પર છે સીએમ મમતા બેનરજી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની નજર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગઠ પર છે.

mamta
પોસ્ટર વોર : મોદી-શાહના ગઢમાં મમતા દીદીના લાગ્યા પોસ્ટર , અમદાવાદ મનપાએ ઉતરાવ્યા
author img

By

Published : Jul 21, 2021, 1:10 PM IST

Updated : Jul 21, 2021, 1:33 PM IST

  • ગુજરાતમાં આપ પછી હવે તૃણમૂલુની એન્ટ્રી
  • તૃણમૂલની એન્ટરીને જોતા ભાજપનું ટેન્શન ડબલ
  • આજે બે વાગે દીદીનું વર્ચ્યુઅલ સંબોધન

અમદાવાદ: ગુજરાતમાં રાજકારણમાં આગામી દિવસોમાં નવા સમીકરણો સર્જાય તેવા એંધાણ ચોક્કસ વર્તાવી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ બાદ ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીનો પ્રવેશ થયો હતો પરંતુ હવે ચોથો પક્ષ ગુજરાતમાં પગ પેસારો કરે તેવી શક્યતા ચોક્કસ જોવા મળી રહી છે. ગુજરાતના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસનો ઉદય થાય એવા અણસાર જોવા મળી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનર્જી વર્ચ્યુઅલ સંબોધન કરશે આ મુદ્દે અમદાવાદ શહેરમાં પોસ્ટર પણ લગાડવામાં આવ્યા હતા વિધાનસભાની ચૂંટણી પહેલા મમતા દીદીની એન્ટ્રીને લઈને ભાજપમાં ચિંતા નો વધારો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં મમતાનો ખેલા

મુખ્યપ્રધાન મમતા બેનર્જી બંગાળ પછી હવે ગુજરાતમાં પણ ખેલા કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને તેની તૈયારીઓ તેમણે શરૂ કરી દીધી છે. મમતા બેનર્જી આજે શહીદ દિવસના રૂપમાં મનાવે છે અને આ દિવસ માટે થઈને મમતા બેનર્જી દેશભરમાં વર્ચ્યુઅલ મિટિંગ કરવાના છે. અત્યાર સુધી મમતા બેનર્જી સહિત દિવસનો કાર્યક્રમ કોલકતા અને બંગાળ સુધી જ સીમિત રાખતા હતી પરંતુ હવે તે દેશના અન્ય રાજ્યોમાં પણ વધ્યું મીટીંગ કરવા જઈ રહી છે ગુજરાતમાં ગુજરાતી ભાષામાં આ વર્ચ્યુઅલ મિટિંગના બેનર લગાવી દેવામાં આવ્યા હતા.

મોદી અને શાહના ગઢમાં મમતા દીદીનો આજે ખેલા, BJPનું વધશે ટેન્શન

આ પણ વાંચો: મમતાદી મનાવશે આજે વર્ચુઅલી શહીદ દિવસ

ગુજરાતમાં આપ બાદ તૃણમૂલ કોંગ્રેસ

ગુજરાતમાં આપ સક્રિય થયું છે જેના કારણે ભાજપે અત્યારથી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ કરવી પડી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અને આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે થોડા સમય અગાઉ અમદાવાદની મુલાકાત લઇ આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન પણ કર્યું હતું ત્યારે હવે વધુ એક નવા રાજકીય પક્ષે પણ ગુજરાત તરફ નજર માંડી છે અરવિંદ કેજરીવાલ બાદ મમતા દીદી પણ ગુજરાતના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસને સક્રીય કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

દીદી શું મોદી અને શાહના ગઢમાં પાડશે ગાબડું?

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સક્રિયતાને કારણે ભાજપની ચિંતા વધી હતી ત્યારે હવે તું મુલુન કોંગ્રેસ પણ વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં આગમન કરવાની તૈયારીઓ કરી રહ્યું છે તે જોતા ભાજપ નું ટેન્શન ડબલ થયું છે હજુ ગુજરાતમાં ધૂળ કોંગ્રેસના પ્રદેશ ના નેતા કોણ છે અને કોણ ગુજરાત બીએમસી નું સુકાન સંભાળશે તે જાણી શકાયું નથી પણ એટલું ચોક્કસ છે કે દીદીની નજર દેશના વડાપ્રધાન અને ગૃહપ્રધાનના ગઢ ગુજરાત રાજ્ય પર રહેલી છે.

આ પણ વાંચો: સમગ્ર દેશમાં ઉજવાઈ રહી છે બકરી ઈદ, વડાપ્રધાન સહિત દિગ્ગજોએ આપી શુભેચ્છા

મનપાના ધ્યાને પોસ્ટર આવતા કરી કાર્યવાહી

ગુજરાતમાં TMCની એન્ટ્રીને જોઈ ભાજપમાં ભય ચોક્કસ જોવા મળી રહ્યો છે. જેનો સીધો અર્થ થઈ રહ્યો છે કે ગુજરાતના અમદાવાદમાં દીદીની વર્ચ્યુઅલ મિટિંગ અંગે લગાવવામાં આવેલા બેનરોને અમદાવાદ મનપાના ધ્યાને આવતા તુરંત ઉતારી લેવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગતમોડી રાત્રે સક્રિય થઈ હતી અને અમદાવાદમાં જ્યાં દીદીના પોસ્ટર વર્ચ્યુઅલ મિટિંગ અંગેના લાગ્યા હતા તે તમામ જગ્યાએ થી ઉતારી દીધા હતા.

Last Updated : Jul 21, 2021, 1:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.