- પ્રેમમાં પાગલ યુવકે પ્રેમિકાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી
- યુવકના ગળાના ભાગે વાગ્યાના નિશાન મળતા હત્યા અંગે શંકા
- પોલીસે મૃતદેહને પોસ્ટમોટર્મ માટે મોકલી આપ્યો છેે
અમદાવાદ: સાબરમતીમાં કાળીગામ પાસે આવેલી દિગ્વિજય સિમેન્ટ ફેકટરી નજીકના મકાનમાં રહેતી પ્રેમિકાના ઘરે જઈ પ્રેમમાં પાગલ યુવકે પ્રેમિકાના ઘરે જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ સાબરમતી પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન પણ મળી આવ્યા છે. જેથી યુવકના મોત મામલે શંકા ઉભી થઇ છે. પોલીસે યુવકની લાશને પોસ્ટમોટર્મ માટે મોકલી આપી છે.
આ પણ વાંચો:એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યું યુવતીનું અપહરણ, ગણતરીના કલાકમાં યુવતી મળી આવી
પરિવારજનોએ લગ્ન કરવાની ના પાડી હતી
દિગ્વિજય સિમેન્ટ ફેકટરી પાસે આવેલા મકાનમાં રહેતી યુવતી સાથે યુવકને પ્રેમસંબંધ હતો. યુવક તેની પ્રેમિકાના ઘરે પહોંચી ગયો હતો અને યુવતી સાથે લગ્ન કરવાની વાત તેના પરિવારજનો સાથે કરી હતી. જેમાં પરિવારજનોને બંનેનો પ્રેમસંબંધ મંજૂર ન હતો, જેથી તેમણે લગ્ન કરાવવાની ના પાડી હતી. જો કે યુવક પ્રેમિકા સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવતો હતો. પરિવારજનોએ તેને ઘરમાંથી નીકળી જવા કહેતા પાછળના રૂમ તરફ ગયો હતો અને ગળાફાંસો ખાઈને મોતને ભેટ્યો હતો.
આ પણ વાંચો:સુરતમાં યુવકે ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા
સાબરમતી પોલીસે ધટનાસ્થળે પહોંચી ઘટનાની તપાસ કરી હતી
ત્યારે આ મામલે પોલીસને જાણ કરવામાં આવતાં સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. યુવકના મૃતદેહને પોલીસે પોસ્ટમોટર્મ માટે મોકલી આપી હતી. યુવકે ખરેખર આત્મહત્યા કરી છે કે, હત્યા કરી લટકાવી દેવાયો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.