અમદાવાદ- ગુજરાતના પડોશી રાજ્યોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર છે. બાકીનો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે. ગુજરાતમાં દારૂબંધી (Liquor ban in Gujarat ) છે, જ્યારે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં દારૂબંધી નથી. જેથી ગુજરાતમાં રાજસ્થાનના માર્ગે જ રાજસ્થાન અને હરિયાણાથી વિદેશી દારૂ (Liquor imported from other states in Gujarat) ઘુસાડાય છે. અને અબજો રૂપિયાનો વેપલો( Liquor sale in Gujarat ) કરાય છે. ગુજરાતીઓ ધૂમ રૂપિયા ખર્ચીને પણ વિદેશી દારૂ ગટગટાવે છે.
બેરોકટોક ટ્રક ગુજરાતમાં ઘુસી જાય છે -રાજસ્થાન અને હરિયાણાથી મોટા ભાગનો વિદેશી દારૂ ગુજરાતમાં આવે છે. અને તે ગુજરાતની શામળાજી બોર્ડર તેમજ મેઘરજની ઉંડવા બોર્ડરથી આવે છે. ચેકપોસ્ટ પર બાતમીને આધારે જ ટ્રકની તપાસ થાય છે, અન્યથા મોટાભાગની ટ્રકો એમને એમ આવી જાય છે. શામળાજી બોર્ડરથી આવતી વિદશી દારૂની ટ્રકો પોલીસના હપતા સાથે જ આવી જાય છે. સુત્રોના કહેવા પ્રમાણે પોલીસનું સેટિંગ હોય તો જ આવી રીતે બેરોકટોક ટ્રક (Liquor imported from other states in Gujarat) ગુજરાતમાં આવી જાય છે.
દારૂ પર જીએસટી નથી -મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડરની વાત કરીએ તો આ બન્ને સ્ટેટની બોર્ડર પર કડક ચેકિંગ હોય છે. જેથી વિદેશી દારૂ લાવવો મુશ્કેલ છે. બીજી તરફ દારૂ પર ટેક્સ રેશિયો વધારે છે. દારૂ પર જીએસટી લાગુ કરાયો (No GST on alcohol) નથી. જેથી ટેક્સના વધારાને કારણે રાજસ્થાનનો દારૂ વધારે સસ્તો છે. આથી રાજસ્થાનથી દારૂ ગુજરાત (Liquor imported from other states in Gujarat) આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ ગામમાં દારૂબંધ કરાવા રજૂઆતઃ પુરૂષની સરખામણીએ મહિલાઓ દારૂનું સેવન કરવા માંડી
રાજ્યોને સૌથી વધુ ટેક્સની આવક -તમે રૂપિયા 100નો દારૂ ખરીદો છો તો 80થી 85 રૂપિયા જેટલો ટેક્સ હોય છે. દારૂ પર એક્સાઈઝ ડ્યૂટી ( Excise duty on liquor ) 12થી 15 ટકા, જે તે રાજ્યનો સેલ્સ ટેક્સ અથવા વેટ 12થી 15 ટકા, ગેલનેજ ટેક્સ અને લાયસન્સ ફીની રકમ પણ વેચાણ કીમત પર ઉમેરાઈ જાય છે. આમ મોટાભાગના રાજ્યોને દારૂ પરના ટેક્સની આવક ખૂબ મોટી છે. ગુજરાતમાં ગેરકાયદે દારૂનું વેચાણ ( Liquor sale in Gujarat ) થાય છે. જેથી ગુજરાતમાં ટેક્સ વગર દારૂ વેચાય છે, અને જેને કારણે ગુજરાતને ટેક્સની રકમ મળતી નથી, જે ગુજરાત સરકાર માટે નુકસાનકારક છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 300થી વધુ દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે જેમાં 200 જેટલી ભઠ્ઠીઓ મહિલાઓ ચલાવે છે
ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવી જોઈએ? -એક વર્ષ અગાઉ એક ચર્ચા એવી પણ હતી કે ગુજરાતે દારૂબંધી (Liquor ban in Gujarat ) હટાવી લેવી જોઈએ. ગુજરાત દારૂ પર લાગતી એક્સાઈઝ ડ્યૂટીને ( Excise duty on liquor ) કારણે રૂપિયા એક લાખ કરોડની આવક ગુમાવી રહી છે. પણ આ વાત ખોટી સાબિત થઈ હતી. સામાન્ય રીતે ગુજરાતની તુલનાએ વિકસિત રાજ્ય મહારાષ્ટ્ર સાથે કરવામાં આવે છે. માટે તેની સરખામણીએ વસ્તી ગુજરાત કરતાં બમણી છે અને મહારાષ્ટ્રને દારૂ પરના વેરાની થતી આવક રૂપિયા 25 હજાર કરોડ છે. ગુજરાતની વસ્તીની દ્રષ્ટિએ ગણતરી કરીએ તો ગુજરાત સરકારને રૂપિયા 12,250 કરોડની જ આવક થાય. એક લાખ કરોડ નહીં.