ETV Bharat / city

Cyber Crime ના પ્રકાર અને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો જાણો - DCP Amit Vasava

રાજ્યમાં દિવસેને દિવસે સાયબરના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા પણ સાયબર ક્રાઇમ ( Cyber Crime ) અટકાવવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ટેકનોલોજીના કારણે ક્રાઈમ કરનારા શખ્સો પોલીસ પકડથી દૂર રહ્યાં છે.સાયબર ક્રાઇમ બે પ્રકારના હોય છે જેમાં બુલિંગ સાયબર અને સાયબર ફ્રોડ એમ બે પ્રકારે થાય છે. DCP અમિત વસાવાએ સાયબર ક્રાઈમ વિશે મહત્વની માહિતી આપી છે.

Cyber Crime ના પ્રકાર અને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો જાણો

author img

By

Published : Aug 3, 2021, 2:11 PM IST

  • સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો પોલીસે જણાવ્યાં
  • કોઈ પણ OTP શેર ન કરવો
  • કોઈ પણ પ્રકારની ઓનલાઇન લાલચમાં ન આવવું
  • તમને જણાય કે આ ફ્રોડ છે તો સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
  • સાયબર બુલિંગમાં લોકો કેવી રીતે ભોગ બને છે અને વધારે કોણ બને છે

    અમદાવાદઃ સાયબર બુલિંગમાં મોટાભાગે ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ તેમજ ઓનલાઈન એપ્લિકેશનથી લોકો તેનો શિકાર બને છે. જેમાં યુવતીઓના ફોટા, તેમને બીભત્સ મેસેજ આ બધી બાબતોનો સમાવેશ થતો હોય છે. ત્યારે યુવતીઓ બુલિંગનો ( Cyber Crime ) વધુ શિકાર બનતી હોય છે. ત્યારે યુવતીઓ અને અન્ય લોકોએ તેનાથી બચવા માટે પોતાની પ્રોફાઈલ પ્રાઇવેટ રાખવી ઉપરાંત વધારે પડતા ફોટા કે પોતાની લાઈફ તેમાં શેર ન કરવી. આ ઉપરાંત પોતાના મોબાઈલ નમ્બર ન મૂકવા કે જેથી કરીને હવસના શિકારીઓ તેનો ગેરલાભ લઇ શકે. આ ઉપરાંત પોતાની વાતો પણ સોશિયલ મીડિયામાં અજાણ્યા શખ્સો સાથે શેર ન કરવી જોઈએ. ત્યારે આ મામલે સાયબર ક્રાઇમના DCP અમિત વસાવાએ જણાવ્યું કે યંગસ્ટર્સ વધુ પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે પરંતુ તેમને અમુક બાબતો સાચવીને મૂકવી જોઈએ જેથી કરીને કોઈ તેનો ગેરલાભ ઉઠાવી ન શકે.
    DCP અમિત વસાવાએ આપી સાયબર ક્રાઈમ વિશે મહત્વની માહિતી

    સાયબર ફ્રોડમાં કેવી રીતે ભોગ બનાય છે

    સાયબર ફ્રોડમાં આરોપીઓ જુદી જુદી એપ્લિકેશનો દ્વારા લોકોને લોભામણી લાલચ આપીને છેતરપિંડી આચરે છે. તેમજ બેન્ક, આધારકાર્ડ જેવા દસ્તાવેજોમાં તમારે કેવાયસી કરવાનું કહીને OTP નંબર મેળવીને ચિટિંગ કરતા હોય છે. આ ઉપરાંત લોકોને જાહેરાતના નામે પણ છેતરતા હોય છે.આરોપીઓ પોતાના આઈપી એડ્રેસ બદલીને લોકોને ઠગતા હોય છે. જ્યારે આ મામલે DCP અમિત વસાવાએ કહ્યું કે નાગરિકોએ કોઈ પણ પ્રકારની લોભામણી લાલચમાં આવીને OTP નંબર શેર ન કરવો જોઈએ. આ ઉપરાંત કોઈ પણ એવો કોલ કે મેસેજ આવે તો તરત જ સાયબર ક્રાઇમનો ( Cyber Crime ) સંપર્ક કરીને તેની જાણ કરવી જોઈએ. વધુમાં કહ્યું કે બને પોતાના બેન્ક એકાઉન્ટ નંબર અને આધારકાર્ડ નંબર કોઈને ન આપવા જોઈએ. હવે પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે. તેથી સાયબર ક્રાઇમ અટકશે. આ ક્રાઇમમાં દરેક વર્ગના લોકો શિકાર બને છે પરંતુ મધ્યમવર્ગના લોકો વધુ પડતા તેનો શિકાર વધુ થાય છે.

    આ વિસ્તારો છે એપી સેન્ટર
    ત્યારે સાયબર ક્રાઇમ ( Cyber Crime ) અટકાવવા માટે પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે.સાયબર આરોપીઓ ગુજરાત બહારથી સમગ્ર નેટવર્ક ઓપરેટ કરતા હોય છે. જેમાં મોટાભાગના મામલા ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તેનું એપી સેન્ટર ગણી શકાય. ત્યારે DCP અમિત વસાવા દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે લોકોએ કોઈ પણ લોભામણી લાલચમાં આવવું નહીં અને કોઈ પણ પ્રકારના OTP શેર કરવા નહીં.

    આ પણ વાંચોઃ સાયબર ક્રાઈમ મુક્ત શહેર બનાવવાની સુરત પોલીસની પહેલ, સાયબર સંજીવની અભિયાનનો પ્રારંભ

આ પણ વાંચોઃ NRI યુવતીઓ સાથે મિત્રતા કરાવવી રોજના 20થી 30 હજાર રૂપિયા કમાવાની ખોટી જાહેરાત આપનાર ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.