જસ્ટીસ અકીલ કુરૈશી બાદ કોલેજીયમ દ્વારા ભલામણ કરાયેલા કેટલાક જસ્ટીસને કેન્દ્ર સરકાર દ્વારા ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક આપી દેવામાં આવી છે. જ્યારે જસ્ટીસ અકીલ કુરૈશીના કેસમાં વિલંબ થતાં ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝા દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં નિર્ણય ન લેવાતા હાઈકોર્ટ બાર એસોસિએશનની મીટીંગમાં ઠરાવ પસાર કર્યા બાદ જસ્ટીસ અકીલ કુરૈશીને નિમણૂંક અપાવવા મુદ્દે સુપ્રિમ કોર્ટમાં રિટ દાખલ કરી હતી.
રાજ્યના 33 જિલ્લામાં આવેલી કુલ 18 બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાં છેલ્લા 7 મહિનાથી મુખ્યપ્રધાન, કાયદા પ્રધાન સહિત તમામ હોદ્દેદારોને રજૂઆત કરાયા છતાં ભરતી ન કરતા ગુજરાત કોપરેટીવ બાર. એસોશિયેશન શુક્રવારે એક દિવસીય હડતાલ પાડશે. બાર એસોસિએશન હેઠળ આવેલા તમામ વકીલ શુક્રવારે કામકાજથી અડગા રહે તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.
ગુજરાત કોપરેટીવ બાર એસોસિએશન તરફે આક્ષેપ કરવામાં આવી રહ્યું છે કે,પાછલા સાત મહિનાથી 17 બોર્ડ ઓફ નોમીની કોર્ટ ખાલી છે અને તમામ કેસની સુનાવણી એક માત્ર નોમીની દ્વારા કરવામાં આવી રહી છે.એટલું જ નહિં એપેલેટ ટ્રિબ્યુનલ તરીકે કાર્યરત ગુજરાત સ્ટેટ કો.ઓ ટ્રિબ્યુનલમાં પ્રમુખની અને 2 મેમ્બરોની જગ્યા ખાલી છે અને ચાલું મહિને ત્રીજા સભ્ય રિટાયર્ડ થવા જઈ રહ્યાં છે.