અમદાવાદ: શહેરની નારોલ પોલીસે કેમિકલ ચોરીનું એક મોટું કૌભાંડ (Chemical Theft Ahmedabad) ઝડપી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જોકે પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે, જ્વલનશીલ કેમિકલ સૌંદર્ય પ્રસાધનના સાધનો બનાવવા અને દવાના ઉપયોગમાં લેવાતું હતું પરંતુ કચ્છથી નીકળેલું ટેન્કર નારોલમાં કેમિકલ ચોરી કરનારી ગેંગનો મુખ્ય સૂત્રધાર કોણ છે અને છેલ્લા કેટલા સમયથી આ કેમિકલની ચોરી (Chemical Theft Scam) કરી બારોબાર વેચતા હતા તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે.
પોલીસે એક ટેન્કર સહિત બેરલ ભરેલા કેમિકલ પણ કબજે કર્યા
પોલીસ કસ્ટડીમાં ઉભેલા ત્રણે આરોપીઓ કેમિકલ ચોરીના કેસમાં પકડાયેલા છે. નારોલ પોલીસને મળેલી હકીકત આધારે પોલીસે નારોલ વિસ્તારમાં આવેલી વિન્સમ હોટેલ નજીક ગોડાઉનમાં રેડ કરતા ટેન્કરમાંથી કેમિકલ જથ્થાની ચોરી કરી બારોબાર વેચી દેવાનું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે એક ટેન્કર સહિત બેરલ ભરેલા કેમિકલ પણ કબજે કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે કેમિકલ ચોરી કરાવનાર મિનેષ ખારા છે. જે પોલીસ પકડમાં આવ્યો નથી. જ્યારે પકડાયેલા ત્રણેય આરોપીઓ પૈકી હારુન ઢોળીતર ડ્રાયવર તરીકે નોકરી કરતો જ્યારે આ બીજો આબિદુસૈન વારૈયા ક્લીનર તરીકે નોકરી હતો અને વનરાજ જાદવ જે ગોડાઉનમાં કેમિકલની ચોરી કરવામાં આવતી ત્યાં ગોડાઉનની દેખરેખ રાખવાનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે 16 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસે આ ત્રણે આરોપીઓને પકડતાં સામે આવ્યું કે કચ્છના ગાંધીધામની ફેક્ટરીમાંથી આ કેમિકલ ભરેલો ટ્રક ભરૂચના દહેજ ખાતે આ કેમિકલ મોકલાતું હોય છે પરંતુ તે પહેલાં જ કેમિકલનો જથ્થો ચોરી કરવાના ઇરાદે ગેરકાયદેસર રીતે નારોલમાં એક ગોડાઉનમાં કટિંગ કરવામાં આવતો હતો. બાદમાં ચોરી કરેલું આ જ્વલનશીલ પ્રવાહી ટોળકી બારોબાર એક બેરલ છ હજાર રૂપિયામાં વેચી દેતા હતા. હાલ તો પોલીસે ગોડાઉનમાંથી કેમિકલ ભરેલું ટ્રક, 6 જેટલા કેમિકલ ભરેલાં બેરલ અને તૂટેલા શીલ 16 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ
હાલ નારોલ પોલીસે આ કેમિકલ ચોરીમાં ટેન્કર માલિક સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. જ્યારે આ કેમિકલની ડિલિવરી આપનાર અને લેનાર બન્ને કમ્પનીઓને લેટર લખી તપાસ માટે સંલગ્ન વ્યક્તિઓને હાજર રહેવા જણાવ્યું છે. ત્યારે તપાસના અંતે જ ખ્યાલ આવશે કે છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે કેમિકલનો જથ્થો બરોબર વેચાતો હતો અને અત્યાર સુધીમાં કેટલો જથ્થો વેચ્યો હોઈ શકે છે.
આ પણ વાંચો: પોરબંદરમાં સૌરાષ્ટ્ર કેમિકલ સ્ક્રેપ યાર્ડમાંથી કેબલની ચોરી કરનાર ત્રણ ઝડપાયા
આ પણ વાંચો: નવસારીમાં ચીખલી હાઇવે પર કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયું , 4 આરોપીઓની ધરપકડ