અમદાવાદ: સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે, ફ્રાન્સના કાન્સ ફિલ્મ (Cannes Film Festival 2022) ફેસ્ટિવલમાં બોલિવુડ-હોલિવુડની અભિનેત્રીનું ગ્લેમર જોવા મળે છે. પણ આ વખતે ગુજરાતમાંથી પણ એક ગુજરાતી અભિનેત્રીએ (Komal Thakkar in Cannes) કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જઈને ગુજરાતી તરીકેનું ગૌરવ વધાર્યું છે. ફ્રાન્સના કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી અભિનેત્રી કોમલ ઠકકરને ખાસ આમંત્રણ (Special invitation From Cannes)આપવામાં આવ્યું હતું. તેને સાડી પહેરીને રેડ કાર્પેટ પર પહોંચતા અનેક લોકો સામે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ પણ વાંચો: પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારી હત્યા, 2 મિત્રો પણ ઈજાગ્રસ્ત
મૂળ કચ્છમાં: ફ્રાન્સમાં કેન્સ ફેસ્ટિવલમાં ગુજરાતની અભિનેત્રી તરીકે ડંકો વગાડનાર કોમલ ઠકકર મૂળ કચ્છના ગાંધીધામની રહેવાસી છે. જેના પિતા હંસરાજ પ્રેમજી ઠકકર વ્યાપારી છે. માતા હંસાબેન અને કોમલ ઠકકર ગુજરાતી સહિત બોલીવુડ ફિલ્મમાં જોવા મળ્યા છે. ફ્રાન્સમાં કેન્સ ફેસ્ટિવલમાં ગાલા લૂકના કારણે દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેમાં અનેક લોકો તેની સાથે ફોટોગ્રાફી અને સેલ્ફી લેતા પણ નજરે પડી હતી.
આ પણ વાંચો: કૃતિ સેનને પિંક પછી લાલ શરારામાં તબાહી મચાવી, ચાહકોએ તસવીરો જોયા પછી કહ્યું - તબાહી મચાવી
સતત લોકોની નજરમાં રહી: ફ્રાન્સ ખાતે યોજાતા આંતરરાષ્ટ્રીય કક્ષના આ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સતત લોકોની નજરમાં રહેલી કોમલ ઠક્કરે ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મો માટે પાયો નાખી દીધો છે. કાન્સ ફેસ્ટિવલમાં પહોંચવા દુનિયાભરના લોકો ઈચ્છા રાખતા હોય છે. જેમાં લાખો લોકો ભાગ લેતા હોય છે. તેમાંથી અમુક લોકોને જ આમંત્રણ આપવામાં આવે છે. જેમાં ગુજરાતની આ અભિનેત્રી કોમલ ઠકકર કરેલી મહેનતથી એને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.