અમદાવાદ : સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત સમગ્ર રાજ્યમાં ભાજપ કિસાન મોરચા દ્વારા કિસાન સભા (Kisan Sabha by BJP Kisan Morcha) યોજવામાં આવી હતી. જે મુદ્દે કિસાન મોરચાના પ્રમુખ હિતેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં યોજાયેલી વિધાનસભામાં 30 હજારથી વધુ ખેડૂતોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ માટે 32 કિસાન સભાઓ યોજવામાં આવી હતી. જે ખેડૂતોને સરકારી યોજનાનો લાભ નથી મળતો તેની રજૂઆત ઉપરના સ્તરે કરવામાં આવશે.
ખેડૂતો માટે સરકારના કાર્યો - વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનો ટાર્ગેટ છે કે ખેડૂતોની આવક બમણી કરવામાં આવે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા કિસાન સન્માન નિધિ યોજના, (Kisan Sanman Nidhi Yojana) સોઇલ હેલ્થ કાર્ડ યોજના, MSP યોજના, ડ્રીપ ઇરીગેશન યોજના, પાક વીમા યોજના જેવી યોજનાઓ ખેડૂતો માટે અમલી છે. વચેટિયા વગર ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા થાય તે માટે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધી 10 જેટલા હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. જેમાં 1.73 લાખ કરોડ રૂપિયા જમા કર્યા છે. ખેડૂતોને સમયસર ખાતર મળી રહે, સબસીડી મળી રહે, વ્યાજ વગરની લોન મળે તે માટે કાર્ય થયા છે. એમ.એસ.પી અંતર્ગત 2014 ની સરખામણીમાં 2022માં ઘઉંના ભાવમાં 44 ટકા તેમજ વિવિધ પ્રકારની દાળોમાં 70 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સાબરડેરી ભરતી પ્રકરણ મામલે કિસાન સભાએ કલેક્ટરને આવેદન આપ્યું
ખેડૂતોને વિજળીનો પ્રશ્ન - વધુમાં હિતેશ પટેલે જણાવ્યું હતું કે (BJP Kisan Morcha President Hitesh Patel), ગુજરાતમાં ભાજપ સરકારનું 27 વર્ષનું શાસન થયુ હોવા છતાં વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન (Question of Electricity for Farmers in Legislature) ખેડૂતોને વીજળીનો પ્રશ્ન ઉઠયો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોને આઠ કલાક વીજળી પૂરી પાડવા માટે દેખાવ કરવા પડ્યા હતા. તેનો જવાબ આપતા હિતેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોના કાળ બાદ વીજળીની માંગ વધી હતી, જ્યારે સામે પક્ષે કોલસાની અછત સર્જાઇ હતી. જેને લઇને ખેડૂતોને શરૂઆતમાં વીજળી આપવામાં મુશ્કેલી સર્જાઇ હતી. જો કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી યુનિટ દીઠ 60 પૈસા લેખે ચાર્જ લેવામાં આવે છે અને હોર્સપાવર દીઠ 665 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે, જે ઘણો સસ્તો છે. આ ઉપરાંત ગુજરાતમાં ગામે-ગામ 24 કલાક વીજળી ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખે પક્ષમાંથી આપ્યું રાજીનામું
કૃષિ બજેટમાં વધારો - હિતેશ પટેલે (BJP Kisan Morcha) જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ખેતી ઉપરાંત અન્ય સમકક્ષ વય વ્યવસાયને પણ ઉત્તેજન આપવામાં આવે છે. જેથી ખેડૂતોની આવક વધે. 2014માં ખેતી માટે કેન્દ્રીય બજેટમાં 19 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ હતી. જે 2022માં 1.26 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે. ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી (Kisan Sabha in Gujarat) ખેતી કરે અને પોતાની આવક વધારે તે માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે.