કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓએ કોરોનામાં વધુ સાવચેતીની જરૂર: અભ્યાસ - Astrazenka Covid-19
ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેન્કા કોવિડ-19 વેક્સિન બાદ પોસ્ટ-રેનલ ટ્રાંસપ્લાન્ટના દર્દીઓમાં કોવિડ-19’ નામના અભ્યાસના પરિણામો બાદ ચેપથી બચવા માટે દર્દીઓને સાવચેતીભર્યા સુરક્ષાત્મક પ્રોટોકોલને હળવી રીતે ન લેવાની સલાહ આપવામાં આવી છે.
- કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓએ કોરોનામાં વધુ સાવચેતીની જરૂર
- કોરોનાની રસી લીધા પછી પણ સાવચેતીના પગલા જરૂરી
- IEKDRC દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો
અમદાવાદ:ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોવિડ વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ પ્રત્યારોપણ કરાયેલા દર્દીઓએ ‘કોવિડ એપ્રોપાઇટ બિહેવીયર’નું કડક પાલન કરવું જોઈએ. ‘ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેન્કા કોવિડ-19 વેક્સિન બાદ પોસ્ટ-રેનલ ટ્રાંસપ્લાન્ટના દર્દીઓમાં કોવિડ-19’ નામના અભ્યાસના પરિણામો બાદ ચેપથી બચવા માટે દર્દીઓને સાવચેતીભર્યા સુરક્ષાત્મક પ્રોટોકોલને હળવી રીતે ન લેવાની સલાહ આપવામાં આવી છે. કોવિડ વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ કિડની પ્રત્યારોપિત દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિના પ્રતિભાવનો અભ્યાસ કરવા માટે IEKDRC દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
દર્દીઓમાંથી એક તૃતિયાંશમાં વેક્સિન અસરકારક જોવા મળી નથી
આ અભ્યાસ મુજબ કોવિડ-19 વેક્સિન પ્રત્યારોપિત દર્દીઓમાંથી એક તૃતિયાંશમાં વેક્સિન અસરકારક જોવા મળી નથી, જોકે, 50 ટકા દર્દીઓમાં વેક્સિન સંપૂર્ણ અસરકારક હોવાનું જણાયું હતુ. IEKDRC- ITS ના ડિરેક્ટર અને અભ્યાસ જૂથના સભ્ય ડૉ. વિનીત મિશ્રાના જણાવ્યા મુજબ પોસ્ટ-ટ્રાન્સપ્લાન્ટ કિડની દર્દીઓમાંથી એક-તૃતિયાંશમાં એન્ટિ-બોડી ફોર્મેશનના અભાવ માટે એકમાત્ર કારણ ઇમ્યુનોસપ્રેસન્ટ દવાઓ છે. અભ્યાસમાં આવરી લેવાયેલા દર્દીઓમાં હાયપરટેન્શન અને ડાયાબિટિશ જેવી કો-મોર્બેડિટિસ ધરાવતા 46થી 71 વય જૂથના દર્દીઓનો સમાવેશ થતો હતો. “આ દર્દીઓમાંથી 50 ટકામાં વેક્સિન હજુ પણ અસરકારક છે.
આ પણ વાંચો : વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા રહે તે માટે ઈ લર્નિંગ સોફ્ટવેર તૈયાર કરાયું
ચેપને રોકવા માટે સલામતીના પગલા જાળવી રાખવા જોઇએ
અભ્યાસ એ વાસ્તવિકતા પર ભાર મૂકે છે કે ‘કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રાપ્તકર્તાઓ વેક્સિનેશન બાદ પણ કોવિડ-19 માટે વધુ જોખમ ધરાવે છે’ અને તેથી જ, રોગના ચેપને રોકવા માટે સલામતીના પગલા જાળવી રાખવા જોઇએ. જોકે, કોવિન એપ્લિકેશને હવે રોગપ્રતિકારક શક્તિના સ્તરમાં વધારો કરવાના હેતુસર 84 દિવસ પછી બીજા ડોઝ માટે બુકિંગની મંજૂરી આપી છે. “બે ડોઝ વચ્ચેના અંતરને વધારી દેવામાં આવ્યું છે.