- ખોખરા પોલીસે કરી દિવાળીની અનોખી રીતે ઉજવણી
- કોરોનામાં મૃત્યુ પામેલ પરિવારજનો સાથે કરી ઉજવણી
- પોલીસ તેમની સાથે છે તેવી ખાતરી પણ આપી
અમદાવાદ : અમદાવાદમાં ખોખરા પોલીસે(Khokhra police) દિવાળીનાં પર્વની અનોખી રીતે ઉજવણી(Unique celebration of Diwali) કરી હતી. જેમાં જે પરિવારોએ કોરોનામાં પોતાનાં સ્વજનો ગુમાવ્યા હતાં તે પરિવાર સાથે પોલીસે દિવાળીની ઉજવણી કરી હતી. તેમાં પરિવારને દિવાળીની શુભકામનાઓ આપી તેમને માસ્ક અને સેનેટાઇઝરની ગિફ્ટ આપી મોઢુ મીઠું કરાવાયું હતું.
પોલીસ હમેશાં મદદ માટે રહેશે હાજર
તેમજ પોલીસે આવા પરિવારોને કહ્યું કે, જ્યારે પણ મદદની જરૂર પડશે ત્યારે તેઓ હમેશાં મદદ માટે હાજર રહેશે. તેમજ પોલીસે તેમનાં પરિવારો સાથે ચર્ચા પણ કરી હતી અને સાંત્વના આપી હતી. પોલીસ દ્વારા આવી રીતે ઉજવણી કરવાથી કોરોના ગ્રસ્ત પરિવારમાં એક ખુશીની લાગણી છવાઈ હતી.
આ પણ વાંચો ; ભુજના હૃદય સમાન હમીરસર તળાવના કાંઠે શહેરીજનોએ ફટાકડા ફોડી કરી ઉજવણી
આ પણ વાંચો ; દિવાળીના પાવન પ્રસંગે જૂનાગઢ વાસીઓએ કર્યા મહાલક્ષ્મીના દર્શન