ETV Bharat / city

આજથી કમુરતાં શરૂ, જાણો કમુરતાંમાં શું કરવું અને શું નહીં કરવું - અમદાવાદના તાજા સમાચાર

આજથી કમુરતાં શરૂ થવાના છે, ત્યારે અમદાવાદના શાસ્ત્રી મુકુંદ પંડ્યાએ ETV BHARAT સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ધનારક નક્ષત્ર છે. જેથી આ સમયગાળામાં લગ્ન, સગાઈ, વાસ્તુ, પૂજા વગેરે જેવા શુભ કાર્યો કરી શકાશે નહીં.

ETV BHARAT
15 ડિસેમ્બરથી કમુરતાં શરૂ
author img

By

Published : Dec 14, 2020, 11:04 PM IST

Updated : Dec 15, 2020, 8:31 AM IST

  • 15 ડિસેમ્બરથી કમુરતાં શરૂ
  • 14 જાન્યુઆરી સુધી ધનારક નક્ષત્ર
  • 10 ડિસેમ્બર 2020ના રોજ લગ્નનો છેલ્લો દિવસ
    15 ડિસેમ્બરથી કમુરતાં શરૂ

અમદાવાદઃ 15 ડિસેમ્બરથી કમુરતાં શરૂ થવાના છે, ત્યારે અમદાવાદના શાસ્ત્રી મુકુંદ પંડ્યાએ ETV BHARAT સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ધનારક નક્ષત્ર છે. જેથી આ સમયગાળામાં લગ્ન, સગાઈ, વાસ્તુ, પૂજા વગેરે જેવા શુભ કાર્યો કરી શકાશે નહીં.

કાળી વસ્તુઓનું દાન કરવું

તેમણે આ વિષયમાં વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ એક મહિનાના સમયમાં ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવી જોઈએ અને કાળી વસ્તુઓ જેવી કે કાળા અડદ અને તલ જેવા ધાન્યનું દાન કરવું જોઈએ. જેનાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે અને નોકરી ધંધામાં પ્રગતિ થાય છે.

રાત્રે શ્રી સૂર્યનારાયણનો ધન રાશિમાં પ્રવેશ

શાસ્ત્રીએ ETV BHARAT સાથીની વાતચીત દરમિયાન જણાવ્યું કે, સૂર્યનું ધન રાશિનું ભ્રમણ એકમાત્ર ધનારક કમુરતાં ગણાય છે. જેથી કારતક માસમાં 10 ડિસેમ્બર 2020ના રોજ લગ્નનો છેલ્લો દિવસ હતો. ત્યાર બાદ 14 જાન્યુઆરી 2021 સુધી ધનારક કમુરતાં હોવાથી લગ્નના શુભ મુહૂર્તો મળતાં નથી.

16 જાન્યુઆરી 2021ના રોજ ગુરુનો અસ્ત થાય છે

વર્ષ 2021ની 16 જાન્યુઆરીના રોજ ગુરુના અસ્ત થાય છે. આ સમયમાં માંગલિક કાર્યો શાસ્ત્રોમાં નિષેધ છે. જેથી આ સમયમાં લગ્નના શુભ દિવસો નથી. આ ઉપરાંત 10 ફેબ્રુઆરી 2021 પોષ વદ 14 બુધવારે ગુરુનો ઉદય થાય છે. આ સાથે જ 14 ફેબ્રુઆરી 2021 મહાસુદને રવિવારથી શુક્રનો અસ્ત થાય છે.

Last Updated : Dec 15, 2020, 8:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.